પાવાગઢ ડુંગર પર વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૫.૨૦૨૬
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર દીપડો રાત્રિના સમયે ચહલ પહલ કરતો અગાઉ જોવા મળતો હતો જોકે થોડા દિવસો અગાઉ દિવસના સમયે રોપવે અપર સ્ટેશન ની નીચેની ખીણ માં દીપડો દેખાતા વન વિભાગ હરકતમાં આવી દીપડા ને પાંજરે પુરવા ડુંગર પર પાંજરા મૂકવામાં આવ્યા હતા.પાવાગઢ ડુંગર ખાતે છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની ચહલ પહલ જોવા મળતી હતી. જેના પગલે ડુંગર પરના સ્થાનિકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. પાવાગઢના જંગલ વિસ્તારમાં દીપડો હોવું એક સ્વાભાવિક બાબત છે. આ દિપડો પાણીની શોધમાં માનવ વસ્તીમાં સામાન્ય સંજોગોમાં રાત્રિના સમયે જ આવતો હતો પરંતુ થોડા દિવસો અગાઉ દિવસના સમયે જંગલમાં ખીણમાં દીપડો ટહેલતો જોવા મળ્યો હતો. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો જો કે આ પ્રકારે દીપડો ક્યારેક દિવસના સમયે ડુંગર પર આવી જાય તો હજારોની સંખ્યામાં આવેલા માઇ ભક્તો માં પણ અફરાત અફરીનો માહોલ સર્જાય તેને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી દિપડાને પાંજરે પુરવા ડુંગર પર ઠેર ઠેર પાંજરા મુકવાની કવાયત હાથ ધરવામાં આવી છે.જ્યારે જાણવા મળતી માહિતી મુજબ અગાઉ દિપડો જે જે દિશામાં અને જે જે સ્થળો પર દેખાયો હતો તે અંગેની સ્થાનિકો પાસેથી વન વિભાગ એ માહિતી મેળવી તેની આસપાસના વિસ્તારો પાંજરા મુકી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.










