KALOL(Panchamahal)PANCHMAHAL

દિલ્હી કેપીટલ્સ તથા કોલકતા નાઇટ રાઇડર્સ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન ક્રીકેટ સટ્ટો રમાડતા બુકીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો.

 

તારીખ ૦૯/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ગતરોજ 2026ની IPL સિઝનમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકતા નાઈટ રાઈડર્સ વચ્ચેની T20 મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતા એક બુકીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો છે.જ્યારે બીજો આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

કાલોલ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા આરોપી અરવિંદભાઈ ઉર્ફે નાનો શંકરભાઈ સોલંકી રહે. ઓમકારેશ્વર સોસાયટી કાલોલને ઝડપી લેવાયો હતો. આરોપી મોબાઇલમાં લાઇવ ગુરુ એપ્લિકેશન દ્વારા દિલ્હી-કોલકતા વચ્ચેની 20 ઓવરની મેચના સેશનના ભાવતાલ તેમજ રન બોલ વાઇઝ સટ્ટો લખાવતો હતો.પોલીસે આરોપી પાસેથી અંગઝડતીના રોકડા રૂ.1500/- એક મોબાઈલ ફોન કિ.રૂ.10,000/- તથા સટ્ટાના આંકડાવાળો એક કાગળ મળી કુલ રૂ. 11,500/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલ બીજો આરોપી યાસીનભાઈ અબ્બાસભાઈ વ્હોરા રહે.જલારામ નગર, આસોજ તાલુકા સાવલી રેડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!