AHAVADANG

મેન્યુઅલ સ્કેવેન્જિંગ સામે નવસારી મહાનગરપાલિકા ખાનગી સંસ્થાઓને કડક સૂચના…

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા એક રાહબારી યાદીમાં જાહેર નોટિસ બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, નામદાર સુપ્રીમ કોર્ટના રિટ પિટિશનના ચુકાદા અને ‘ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ-૨૦૧૩’ મુજબ કોઈ પણ ડ્રેનેજ ચેમ્બર, મેનહોલ, ખાળકૂવા કે સેપ્ટિક ટેન્કમાં સફાઈ કામદારોને ઉતારીને હાથેથી જોખમી સફાઈ કરાવવી (મેન્યુઅલ કામગીરી) સખત પ્રતિબંધિત છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનાર સંસ્થા કે વ્યક્તિ પોતે જવાબદાર રહેશે અને ખાનગી ધોરણે થતી આવી અનધિકૃત કામગીરી માટે મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં. જો ખાનગી સોસાયટીઓ કે સંસ્થાઓ દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે, તો તેમના હોદ્દેદારો કે માલિકો સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવશે. વધુમાં, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચૂકવવાપાત્ર વળતરની સંપૂર્ણ રકમ પણ જે-તે જવાબદારી વ્યક્તિ કે સંસ્થાએ ભોગવવાની રહેશે. આ બાબતે તમામ સંબંધિતોએ ગંભીર નોંધ લેવા મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર નવસારી દ્વારા તાકીદ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!