MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સાયબર ક્રાઈમ કેસ: હાઈકોર્ટે આરોપી સુજલ ચામડીયાના શરતી જામીન મંજૂર કર્યા







MORBI:મોરબી સાયબર ક્રાઈમ કેસ: હાઈકોર્ટે આરોપી સુજલ ચામડીયાના શરતી જામીન મંજૂર કર્યા



મોરબી સાયબર ક્રાઇમ પો.સ્ટે. ગુના રજી. નં.001/2026 માં BNS કલમ 316(5),318(4),61(2),54,317(2) ના કામે આરોપી સુજલ સબીરભાઈ ચામડીયા ની ધરપકડ કરી જેલ હવાલે કરાયેલ હતા.નામદાર હાઈકોર્ટ દ્વારા આરોપી ના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.જે અરજદાર/આરોપી ના વકીલ તરીકે શહેનાઝબેન ડી. સુમરા રોકાયેલ હતા. જેમાં F.I.R. મુજબ આરોપીનો રોલ જોતા આરોપી ના ખાતામાં 14,55,349/- જમા થયેલ હતા અને આરોપી એ કમિશન પેટે 20,000/- મેળવેલ હોય તે મુજબ નો હતો. જેમાં આરોપી ના વકીલ ની દલીલો ને નામ. હાઈકોર્ટે માન્ય રાખી આરોપી ના શરતી જામીન મંજૂર કરેલ છે.આરોપી ના વકીલ તરીકે શહેનાઝબેન ડી. સુમરા તથા સાવનભાઈ ડી. મોઘરિયા રોકાયેલ હતા.




