CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીએ સુખભાદર નદીમાં રેતીનું ગેરકાયદેસર ખનન ઝડપી 71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.

1 ડમ્પર, 1 લોડર મશીન, 1 ટ્રેક્ટર-ટ્રોલી, આશરે 120 ટન કાળી રેતી મળી કુલ રૂ.71,32,000 નો મુદ્દામાલ કબજે કર્યો.

તા.10/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

1 ડમ્પર, 1 લોડર મશીન, 1 ટ્રેક્ટર-ટ્રોલી, આશરે 120 ટન કાળી રેતી મળી કુલ રૂ.71,32,000 નો મુદ્દામાલ કબજે કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના છેવાડે આવેલા ચિરોડા ગામ પાસેથી પસાર થતી સુખભાદર નદીમાં છેલ્લા કેટલાક સમયથી બેફામ રીતે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પર વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે ગત રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ગુપ્ત રીતે આકસ્મિક દરોડા પાડીને મોટા પાયે ચાલતું કાળી રેતીનું ખનન ઝડપી પાડ્યું છે આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તંત્રને બાતમી મળી હતી કે ચિરોડા ગામે સુખભાદર નદીના પટમાં છેલ્લા 10 દિવસથી રાત્રિના સમયે મોટા પાયે મશીનરી દ્વારા કાળી રેતી ચોરવામાં આવી રહી છે આથી બાતમીના આધારે નાયબ કલેક્ટરની ટીમે મુખ્ય રસ્તો છોડી ગુપ્ત માર્ગેથી નદીના પટમાં પ્રવેશ કર્યો હતો દરોડા દરમિયાન સ્થળ પર નદીના પટને ખોદીને માટીમાંથી કાળી રેતી અલગ કરવાનો ચારણો અને વહન કરવા માટે તૈયાર રખાયેલા વાહનો મળી આવ્યા હતા તંત્ર દ્વારા સ્થળ પરથી 1 ડમ્પર અને 1 લોડર મશીન, 1 ટ્રેક્ટર-ટ્રોલી, રેતી ચાળવાનો મોટો ચારણો, આશરે 120 ટન કાળી રેતી મળી કુલ રૂ.71,32,000 નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનાર મુખ્ય આરોપી જોગીદાસ ભુરાભાઈ ખાચર રહે, ચિરોડા અને જેસાભાઇ ભરવાડ રહે, જસદણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા આ ઈસમો સામે ગુજરાત ખનીજ નિયમો-2017 ઉપરાંત સરકારી જમીન પચાવી પાડવા બદલ લેન્ડ ગ્રેબિંગ’ અને તડીપાર’ સુધીની કડક કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું નાયબ કલેક્ટર ચોટીલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!