MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માધાપર ઝાપા પાસે ચલણી નોટોના નંબર પર જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

MORBI:મોરબી માધાપર ઝાપા પાસે ચલણી નોટોના નંબર પર જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

મોરબી: શહેરના માધાપર ઝાપા પાસે જાહેર રોડ પર ચલણી નોટોના નંબર પર હાર-જીતનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને બાતમી મળી હતી કે માધાપરના ઝાપા પાસે કેટલાક ઇસમો શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા છે. સ્થળ પર પહોંચતા ત્રણ ઇસમો હાથમાં ચલણી નોટો રાખીને ઉભા હોવાનું જણાયું હતું. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે આ શખ્સો નોટોના નંબર પર નસીબ આધારિત પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા હતા.

પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી છે:વિજયભાઈ લવજીભાઈ નકુમ (રહે. માધાપર શેરી નં. ૨૧) પરસોત્તમભાઈ દેવરાજભાઈ ડાભી (રહે. માધાપર શેરી નં. ૨)ગુલામહુશેન અબ્રાહમભાઈ સુમરા (રહે. વનાળિયા, તા. મોરબી)પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૧૧,૮૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!