MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પ્રેમનગર ગામે રહેણાંક મકાનમાં પોલીસનો દરોડો, ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

MORBI:મોરબી પ્રેમનગર ગામે રહેણાંક મકાનમાં પોલીસનો દરોડો, ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો

મોરબી: જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે પ્રેમનગર ગામમાં સફળ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રેમનગરમાં રહેતો ભૂપેન્દ્રભાઈ મેરૂભાઈ ઝાલા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે તુરંત એક્શનમાં આવી શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો.

તલાશી દરમિયાન પોલીસને મકાનમાંથી વિદેશી દારૂના નાના પેકેટ (ચપલા) મળી આવ્યા હતા:કુલ જથ્થો: ૧૧૦૪ નંગ વિદેશી દારૂના ચપલા કુલ કિંમત: આશરે ₹૮૫,૪૪૦/-પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી ભૂપેન્દ્રભાઈ ઝાલાને સ્થળ પરથી ઝડપી લીધો છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિ આમાં સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!