WAKANER:વાંકાનેર ભમરિયા કુવા પાસે ગેસ રિફિલિંગના ગેરકાયદે કૌભાંડનો પર્દાફાશ, એક શખ્સ ઝડપાયો







WAKANER:વાંકાનેર ભમરિયા કુવા પાસે ગેસ રિફિલિંગના ગેરકાયદે કૌભાંડનો પર્દાફાશ, એક શખ્સ ઝડપાયો


વાંકાનેર: શહેરમાં માનવ જિંદગી જોખમાય તે રીતે કોઈપણ સુરક્ષા સાધનો વિના ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ભમરિયા કુવા પાસે આવેલી ‘હુસેની ગેસ’ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું કામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન દુકાનદાર અલીભાઈ ફકરૂદીનભાઈ મીઠાઈવાલા (રહે. વોરાવાડ, નવાપરા, મોરબી) પોતાના આર્થિક ફાયદા માટે એલ.પી.જી. ગેસના મોટા બાટલાઓમાંથી નળી અને રેગ્યુલેટર મારફતે અન્ય બાટલાઓમાં ગેસ રિફિલિંગ કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
લાલ કલરના ગેસના બાટલા: ૩ નંગ ઇલેક્ટ્રિક ડિજિટલ વજન કાંટો: ૧ નંગ ગેસ રિફિલિંગ માટેની નળી અને રેગ્યુલેટર: ૧ સેટ કુલ કિંમત: ₹૧૦,૩૦૦/-કાયદેસરની કાર્યવાહી પોલીસે આરોપી વિરુદ્ધ BNS અધિનિયમ-૨૦૨૩ની કલમ ૨૮૭ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ની કલમ ૩ અને ૭ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં આ પ્રકારે કોઈપણ સુરક્ષા વગર થતું ગેસ રિફિલિંગ મોટી હોનારત સર્જી શકે તેમ હતું, જે પોલીસે સમયસર અટકાવ્યું છે.




