MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા કલ્યાણપર રોડ પર નિર્માણધીન સાઈટ પર તીક્ષ્ણ હથિયાર બતાવી લૂંટ કરી ફરાર

 

TANKARA:ટંકારા કલ્યાણપર રોડ પર નિર્માણધીન સાઈટ પર તીક્ષ્ણ હથિયાર બતાવી લૂંટ કરી ફરાર

ટંકારા: ઔદ્યોગિક હબ ગણાતા ટંકારા પંથકમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી વધુ એક ઘટના સામે આવી છે. ટંકારા-કલ્યાણપર રોડ પર આવેલી એક બાંધકામ સાઈટ પર રાત્રિના સમયે એક શખ્સે આતંક મચાવી, સિક્યોરિટી ગાર્ડ અને તેના મિત્રને છરી બતાવી રોકડ રકમની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ રાજકોટના વતની અને હાલ ટંકારા કલ્યાણપર રોડ પર મોમીન નગર પાસે રહેતા અલ્ફાઝભાઈ બસીરભાઈ લધાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ નિર્માણધીન બાંધકામ સાઈટ પર હાજર હતા ત્યારે હાજીયા ઉર્ફે મુન્નો આતંક ફકીર (રહે. ખારા વિસ્તાર, ટંકારા) નામનો શખ્સ ત્યાં ઘસી આવ્યો હતો.

આરોપીએ સાઈટ પરના રૂમમાં પ્રવેશ કરી અલ્ફાઝભાઈ અને તેમના સાથીદારને બેફામ ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપીએ પોતાની પાસે રહેલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને યુવકોને ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ અલ્ફાઝભાઈના ખિસ્સામાં રહેલા રૂપિયા 7000 બળજબરીપૂર્વક લૂંટીને આરોપી નાસી છૂટ્યો હતો.

ભોગ બનનાર યુવકે આ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હાજીયા ઉર્ફે મુન્નો આતંક ફકીર વિરુદ્ધ લૂંટ અને મારપીટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!