ARAVALLIMODASA

મોડાસા – પાંચ વર્ષથી ફરાર અપહરણના આરોપીની એલ.સી.બી. દ્વારા ધરપકડ કરવામાં આવી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – પાંચ વર્ષથી ફરાર અપહરણના આરોપીની એલ.સી.બી. દ્વારા ધરપકડ કરવામાં આવી

અરવલ્લી જિલ્લામાં અપહરણ સહિતના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૨૧માં નોંધાયેલા અપહરણ અને પોક્સો કેસમાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર આરોપીને એલ.સી.બી. અરવલ્લીની ટીમે ઝડપી પાડ્યો છે.

માહિતી અનુસાર મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ગુનો નંબર 11188008210770/2021 હેઠળ આઈ.પી.સી. કલમ 363, 366 તથા પોક્સો એક્ટ કલમ 12 મુજબનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં કરશનપુરા ગામેથી કિશોરીનું અપહરણ કરી ફરાર થયેલો આરોપી છેલ્લા પાંચ વર્ષથી પોલીસ પકડથી દૂર હતો.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.એચ. ઝાલા ના નેતૃત્વમાં ટીમ કામગીરી કરી રહી હતી.

દરમિયાન એલ.સી.બી. ઓફિસે હાજર અ.હે.કો. જયેન્દ્રસિંહ ભીમસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી મોડાસા બસ સ્ટેશન ખાતે ભોગ બનનાર સાથે હાજર છે. બાતમીના આધારે પી.એસ.આઈ. વી.જે. તોમર તથા એલ.સી.બી. ટીમે મોડાસા બસ સ્ટેશન ખાતે પહોંચી આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી પાડ્યો હતો.પકડાયેલ આરોપીની ઓળખ કરણભાઈ મોહનભાઈ નાયકા (ઉ.વ. ૨૭), રહે. ખાંડસલ, તા. જાંબુઘોડા, જી. પંચમહાલ તરીકે થઈ છે. આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ 35(1)(જે) મુજબ અટકાયત કરી આગળની કાર્યવાહી માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!