GUJARAT

CM Dashboard ૨.૦ રિવ્યુમાં નવસારી મહાનગરપાલિકા રાજ્યમાં પ્રથમ ક્રમે

જનસુખાકારી, ફરિયાદ નિવારણ અને ઝડપી વહીવટી કામગીરીમાં NMCનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, મુખ્યમંત્રીના માસિક રિવ્યુમાં મેળવ્યો ગૌરવપૂર્ણ પ્રથમ નંબર

વા ત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સીધા હસ્તક લેવામાં આવતી રાજ્યસ્તરીય ‘CM Dashboard ૨.૦’ માસિક રિવ્યુ પ્રક્રિયામાં નવસારી મહાનગરપાલિકાએ સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ નવસારી મહાનગરપાલિકાની સુવ્યવસ્થિત કામગીરી, પારદર્શક વહીવટ અને પ્રજાલક્ષી અભિગમનું પ્રતિબિંબ માનવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ડેશબોર્ડ રિવ્યુ દરમિયાન શહેરી નાગરિકોને આપવામાં આવતી સેવાઓની ગુણવત્તા, ફરિયાદોના ઝડપી નિવારણ, ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ તેમજ જનતાની સમસ્યાઓ પ્રત્યેની વહીવટી સંવેદનશીલતાને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. દૈનિક અખબારો અને સ્થાનિક મીડિયામાં પ્રકાશિત થતી જનસમસ્યાઓ પર નવસારી મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી અસરકારક ઉકેલ લાવી વહીવટી કાર્યક્ષમતાનો ઉત્તમ દાખલો પૂરું પાડ્યો છે.

નવસારી મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ એપ્લિકેશન મારફતે પ્રાપ્ત થતી નાગરિકોની ફરિયાદોને ‘રિયલ ટાઇમ’માં ટ્રેક કરી ઝડપભેર નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. જેના પરિણામે લોકોમાં પ્રશાસન પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે. શહેર વિકાસ, સ્વચ્છતા, નાગરિક સુવિધાઓ અને જાહેર સમસ્યાઓના ઝડપી ઉકેલ જેવા માપદંડોમાં પણ NMCએ રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની સરખામણીએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમવર્ક, સતત મોનિટરિંગ અને પ્રજાસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા આ સિદ્ધિ પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં પણ નવસારી શહેરના નાગરિકોને વધુ સુવિધાસભર અને પારદર્શક સેવાઓ મળી રહે તે માટે નવસારી મહાનગરપાલિકા કટિબદ્ધ હોવાનું જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!