HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ‘ખૂનની કોશિશ’ના ગુનામાં આરોપી મોહિત પરમારના જામીન મંજૂર કરતી મોરબી સેસન્સ કોર્ટ

 

HALVAD:હળવદના ‘ખૂનની કોશિશ’ના ગુનામાં આરોપી મોહિત પરમારના જામીન મંજૂર કરતી મોરબી સેસન્સ કોર્ટ

મોરબી: હળવદ તાલુકામાં બનેલી મારામારી અને ખૂનની કોશિશ જેવી ગંભીર કલમો હેઠળના ગુનામાં સંડોવાયેલ આરોપી નંબર-૩ મોહિતભાઈ હસમુખભાઈ પરમારને મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષના એડવોકેટની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આ નિર્ણય લીધો છે.

હળવદ ‘એ’ પાર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુ.ર.નં. ૦૯૬૧/૨૦૨૫ મુજબ, ફરિયાદી પક્ષ સાથે બોલાચાલી કરી, હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ બી.એન.એસ.ની કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૮(૨), ૩૫૨, ૩૫૧(૩), ૧૦૯(૧), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો. આ મામલે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી.

આરોપી નં.૩ તરફે યુવા ધારાશાસ્ત્રી હિમશીખા એમ. રાઠોડ રોકાયા હતા. તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે:કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે અને હાલ તે ફોજદારી કેસ નં. ૬/૨૦૨૬ થી પેન્ડિંગ છે.એફ.આઈ.આર. કે ચાર્જશીટ મુજબ આરોપીએ ફરિયાદી પર શારીરિક હુમલો કર્યો હોય તેવો કોઈ સીધો ઉલ્લેખ નથી.આરોપીના માતા-પિતા હયાત નથી અને વૃદ્ધ દાદા-દાદીની સંપૂર્ણ જવાબદારી તેમના પર છે.ટ્રાયલ લાંબો સમય ચાલે તેમ હોવાથી જો જામીન ન મળે તો તે ‘પ્રિ-ટ્રાયલ પનીશમેન્ટ’ સમાન ગણાશે.બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, મોરબી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે બચાવ પક્ષની રજૂઆતો અને કૌટુંબિક પરિસ્થિતિને ધ્યાને લઈ આરોપી નં.૩ ને નિયમિત શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.આ કેસમાં આરોપી પક્ષે યુવા ધારાશાસ્ત્રી હિમશીખા એમ. રાઠોડ, નરેશ પી. ડાભી, દેવકરણ એ. પરમાર, હિના એન. સંધાણી અને જલ્યા કે. વેગળ (C/o. નીતા ટી. પરમાર) રોકાયેલા હતા.

Back to top button
error: Content is protected !!