MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી માનસર-ખેવાળીયા રોડ પર ગાંડા બાવળોનો ત્રાસ, પંચાયતે કરી રજૂઆત

 

MORBI:મોરબી માનસર-ખેવાળીયા રોડ પર ગાંડા બાવળોનો ત્રાસ, પંચાયતે કરી રજૂઆત

મોરબી તાલુકાના માનસર ગ્રામ પંચાયત દ્વારા ખેવાળીયા થી માનસર સુધીના ડામર રોડ પર વધી ગયેલા ગાંડા બાવળોને દૂર કરવા માટે જિલ્લા પંચાયતની બાંધકામ શાખાને રજૂઆત કરવામાં આવી છે.

સરપંચ જીતેન્દ્ર પી. થોરીયાના જણાવ્યા અનુસાર, રોડ પર બાવળો વધી જવાથી વાહન ચાલકોને ઓવરટેક કરવામાં અને રાહદારીઓને ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે. ચોમાસું શરૂ થાય તે પહેલા આ જંગલ કટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

Back to top button
error: Content is protected !!