GONDALRAJKOTRAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલની આઈ.ટી.આઈ.માં પ્રવેશ પ્રક્રિયા શરૂ

તા.૧૨/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતે આવેલી એમ.બી. આઈ.ટી.આઈ. (સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા) દ્વારા વિવિધ ટેકનિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આઈ.ટી.આઈ.માં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ આગામી તા. ૨૩ જૂન, ૨૦૨૬ સુધીમાં વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in/ પર વિનામૂલ્યે ઓનલાઇન ફોર્મ ભરી શકશે. વધુ માહિતી મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ આચાર્ય, એમ.બી. આઈ.ટી.આઈ., નેશનલ હાઇવે ૨૭, ૬૬ કે.વી. સબસ્ટેશનની બાજુમાં, ગોંડલ ખાતે રૂબરૂ અથવા સંસ્થાના ફોન નંબર ૦૨૮૨૫-૨૪૦૩૨૨ પર સંપર્ક કરવા આઈ.ટી.આઈ., ગોંડલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




