હાલોલ ટાઉન પોલીસે MGM સ્કૂલની બાજુમા આવેલ ખુલ્લી જગ્યામાંથી સ્ક્રોપિયો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,22,92,390 નો મુદામાલ જપ્ત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૫.૨૦૨૬
પંચમહાલ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે હાલોલ ટાઉન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.હાલોલ-ગોધરા રોડ ઉપર એમ.જી.એમ. હાઇસ્કૂલ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરાયેલ સ્કોર્પિયો કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે કુલ 22 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.હાલોલ ટાઉન પોલીસ મથકના પી.એસ.આઈ. વી.આર. દામાને બાતમી મળી હતી કે હાલોલ-ગોધરા રોડ ઉપર એમ.જી.એમ. હાઇસ્કૂલની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં દારૂનો જથ્થો પડેલો છે.બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યાંથી મહિન્દ્રા કંપનીની કાળા રંગની સ્કોર્પિયો જેનો નબર GJ 17 CP 2486 ગાડી માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ગાડીમાંથી 8 PM સ્પેશિયલ રેર વિસ્કીની 336 ક્વાર્ટર, વ્હાઈટ લેસ જામુન વોડકાની 384 ક્વાર્ટર તેમજ કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 600 ટીન કબ્જે કર્યા હતા. દારૂના જથ્થા સાથે સ્કોર્પિયો કાર મળી કુલ 22 લાખ 92 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.આ મામલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી સ્કોર્પિયો કારના માલિક અને ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલ ટાઉન પોલીસની આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









