GUJARAT

સુઈગામમાં પોલીસ ત્રાસથી કંટાળ્યો યુવક, કલેક્ટરને લખ્યો ઈચ્છામૃત્યુનો વિસ્ફોટક પત્ર!

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લાનાં સુઈગામ તાલુકામાં પોલીસ ત્રાસ, મારઝૂડ અને ખોટા કેસોના ગંભીર આક્ષેપોથી ચકચાર મચી ગઈ છે. માધપુરા ગામના એક યુવકે થરાદ કલેક્ટરને પત્ર લખી ઈચ્છામૃત્યુની મંજૂરી માંગતા સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

  1. માધપુરા ગામના સોલંકી વિપુલકુ
    oplus_2

    માર ખોડાભાઈએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા એક વર્ષથી તેને ખોટા દારૂના કેસોમાં ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાથે જ જાતિવાદી શબ્દો દ્વારા અપમાનિત કરી સતત માનસિક હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે.

યુવકના જણાવ્યા મુજબ તાજેતરમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ તેને નિશાન બનાવી પોલીસ સ્ટેશને લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે કાનમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.

અરજદારે વધુમાં લખ્યું છે કે તેમના પિતા શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને તેઓ સારવાર માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે તેમની સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું.

પત્રમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સુઈગામ વિસ્તારમાં મીઠાના કારોબાર, ખનીજ ચોરી અને રોડ કોન્ટ્રાક્ટમાં ગેરરીતિઓ ચાલી રહી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવતા તેને ગામ છોડવાની ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું છે.

યુવકે ચેતવણી આપી છે કે જો તેને ન્યાય નહીં મળે અથવા ઈચ્છામૃત્યુની મંજૂરી નહીં આપવામાં આવે તો તે સરકારી કચેરીઓ સામે અન્ન-જળનો ત્યાગ કરી ધરણા પર બેસશે.

આ પત્રની નકલ રાજ્યના ગૃહમંત્રી તથા ગાંધીનગર સ્થિત ડીજીપી કચેરીને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે સમગ્ર મામલે વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે અને આક્ષેપોની કેવી રીતે તપાસ થાય છે તેના પર સૌની નજર છે.

Back to top button
error: Content is protected !!