MORBI:મોરબી-૮ વર્ષથી લાપતા જયંતીલાલ ઉર્ફે જન્તીલાલ હરદાસભાઈ સવસાણી ને મૃત (Civil Death) જાહેર કર્યો







MORBI:મોરબી-૮ વર્ષથી લાપતા જયંતીલાલ ઉર્ફે જન્તીલાલ હરદાસભાઈ સવસાણી ને મૃત (Civil Death) જાહેર કર્યો



મોરબીની માનનીય અદાલત દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં છેલ્લા ૮ વર્ષથી વધુ સમયથી લાપતા રહેલ જયંતીલાલ ઉર્ફે જન્તીલાલ હરદાસભાઈ સવસાણીને તા. ૧૫/૦૫/૨૦૧૫ થી મૃત (Civil Death) જાહેર કરવામાં આવેલ છે.આ મામલે વાદી પક્ષ તરફેથી એડવોકેટ કે.ડી. સંખેશરીયા તથા હિરેન ગોસ્વામી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેસ દરમિયાન પોલીસ રેકોર્ડ, ગ્રામ પંચાયતના દાખલા, જાહેર અખબારી જાહેરાતો સહિતના દસ્તાવેજી પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.કેસની હકીકત મુજબ જયંતીલાલ સવસાણી વર્ષ ૨૦૧૫થી લાપતા હતા અને પરિવારજનો તથા પોલીસ દ્વારા લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની નોંધ પણ કરવામાં આવી હતી.માનનીય અદાલતે ભારતીય પુરાવા અધિનિયમની કલમ ૧૦૮ હેઠળની જોગવાઈઓને ધ્યાને લઈ, વ્યક્તિ છેલ્લા ૭ વર્ષથી વધુ સમયથી ગુમ હોય અને તેની કોઈ માહિતી ન મળે ત્યારે તેને મૃત જાહેર કરવાની જોગવાઈ મુજબ ચુકાદો આપ્યો હતો. ચુકાદા અનુસાર સંબંધિત સત્તાવાળાઓને જન્મ-મરણ રજીસ્ટરમાં જરૂરી એન્ટ્રી કરવા તથા નિયમ મુજબ મરણ નોંધ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.




