MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER: વાંકાનેર જંગલ વિસ્તારમાં 108ની સમયસર સેવા: પ્રસૂતિ પીડામાં મહિલાને સલામત ડિલિવરી કરાવી, માનવતાભરી કામગીરીને સલામ

 

WAKANER: વાંકાનેર જંગલ વિસ્તારમાં 108ની સમયસર સેવા: પ્રસૂતિ પીડામાં મહિલાને સલામત ડિલિવરી કરાવી, માનવતાભરી કામગીરીને સલામ

વાંકાનેર તાલુકા ના દિગ્વિજયનગર ના જંગલ વિસ્તારમાં ઇમરજન્સી 108 સેવાની સમયસર અને માનવતાભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. ઘેટાં-બકરાં ચરાવતા એક મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતાં 14 મે, 2026ના રોજ તાત્કાલિક 108 સેવામાં કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતાં જ ગણતરીની મિનિટોમાં 108ની ટીમ જંગલ વિસ્તારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફરજ પર હાજર ઈએમટી માલકિયા કિશનભાઈ અને પાયલોટ યુવરાજસિંહ ગોહિલે પરિસ્થિતિની ગંભીરતા સમજી મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. દરમિયાન પ્રસૂતિનો દુખાવો વધી જતા ટીમે સમય ગુમાવ્યા વગર સ્થળ પર જ જરૂરી સારવાર સાથે સલામત નોર્મલ ડિલિવરી કરાવી હતી. મહિલાએ આશરે 2.3 કિલો વજનની તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો. માતા અને નવજાત બાળકની તબિયત સારી હોવાથી વધુ સારવાર અને નિરીક્ષણ માટે બંનેને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના ફરી એક વખત સાબિત કરે છે કે ઇમરજન્સી 108 સેવા માત્ર અકસ્માત કે ગંભીર પરિસ્થિતિમાં જ નહીં, પરંતુ ગ્રામ્ય અને જંગલ વિસ્તારના ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે પણ જીવનદાયી બની રહી છે. સમયસર પ્રતિસાદ, પ્રશિક્ષિત સ્ટાફ અને માનવતાભર્યા અભિગમના કારણે અનેક પરિવારોને નવી આશા અને સુરક્ષા મળી રહી છે.

વાંકાનેર તાલુકામાં 108 સેવાની આ પ્રસંશનીય કામગીરી બદલ ફરજ પરના કર્મચારીઓ તથા સમગ્ર 108 ટીમને લોકો તરફથી અભિનંદન અને હૃદયપૂર્વક ધન્યવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આવી નિષ્ઠાવાન અને સમર્પિત સેવાઓ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે.

Back to top button
error: Content is protected !!