KUTCHMUNDRA

કચ્છ માંડવી ભગિની મંડળની ત્રિવાર્ષિક સામાન્ય સભા સંપન્ન: આગામી ટર્મ માટે નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છ માંડવી ભગિની મંડળની ત્રિવાર્ષિક સામાન્ય સભા સંપન્ન: આગામી ટર્મ માટે નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

 

મુંદરા, તા. 15:

તાજેતરમાં માંડવીની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા કચ્છ માંડવી ભગિની મંડળની ત્રિવાર્ષિક સામાન્ય સભા ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ ગઈ હતી. આ સભામાં સંસ્થાની આગામી ત્રણ વર્ષની મુદત (વર્ષ ૨૦૨૬ થી ૨૦૨૯) માટે નવા હોદ્દેદારો અને કારોબારી સભ્યોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી.

નવી વરણી મુજબ, સંસ્થાના પ્રમુખ તરીકે સુજાતાબેન એમ. ભાયાણીની વરણી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે રમાબેન આર. જોશી, મંત્રી તરીકે કલ્પનાબેન ડી. મહેતા, ખજાનચી તરીકે મીનલબેન એ. મહેતા અને સહમંત્રી તરીકે લતાબેન એમ. મહેતા જવાબદારી સંભાળશે.

સંસ્થાના માર્ગદર્શન માટે સલાહકાર સમિતિમાં રમીલાબેન પી. મહેતા અને જ્યોત્સનાબેન એમ. ભાયાણીની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે કારોબારી સભ્યો તરીકે ધારિણીબેન મહેતા, હીનાબેન સંઘવી, કીર્તિદાબેન વ્યાસ, મૃદુલાબેન નાકર, પુષ્પાબેન રાવરાણી અને હંસાબેન સોનીની નિમણૂક કરવામાં આવી છે.

નવનિયુક્ત પ્રમુખ સુજાતાબેન ભાયાણીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભગિની મંડળ દ્વારા મહિલા ઉત્કર્ષ અને સામાજિક સેવાના કાર્યોને વધુ ગતિશીલ બનાવવામાં આવશે. તમામ સભ્યોએ નવા વરાયેલા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!