MORBI:મોરબી: જેતપરની સીમમાં એલસીબીના દરોડા, જુગાર રમતા ૯ ઝડપાયા, ૪ ફરાર







MORBI:મોરબી: જેતપરની સીમમાં એલસીબીના દરોડા, જુગાર રમતા ૯ ઝડપાયા, ૪ ફરાર


મોરબી: જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે જ જુગારની મોસમ ખીલી હોય તેમ પોલીસ પણ સક્રિય બની છે. મોરબી તાલુકાના જેતપર ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા નવ શખ્સોને મોરબી ક્રાઈમ બ્રાંચે (LCB) બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મોબાઈલ સહિત કુલ રૂ. ૧,૨૦,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જેતપરથી દેવળીયા જવાના રસ્તે ગામની સીમમાં આવેલ પડતર ખરાબાની ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો એકઠા થઈ જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી રેઇડ પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
પોલીસે સ્થળ પરથી ૦૯ ઇસમોની ધરપકડ કરી છે:રણજીતભાઇ મનસુખભાઇ પટેલ (રહે. વેણાસર, માળીયા) અભયભાઇ ભગવાનજીભાઈ પટેલ (રહે. જેતપર) અશ્વિનભાઇ હીરજીભાઇ પટેલ (રહે. રવાપર) ધર્મેન્દ્રભાઇ ગોકળભાઇ કોળી (રહે. જેતપર) માનસીંગભાઇ દેવાભાઇ કોળી (રહે. વવાણીયા, માળીયા) નિપુલભાઇ જેન્તીભાઇ પટેલ (રહે. મહેન્દ્રનગર) મયંકભાઇ તળશીભાઇ પટેલ (રહે. મહેન્દ્રનગર) રાહુલભાઇ મનહરભાઇ બોસીયા (રહે. જેતપર) મેહુલભાઇ લાભુભાઇ પટેલ (રહે. મહેન્દ્રનગર) મુદ્દામાલની વિગત રોકડ રકમ: રૂ. ૭૦,૧૦૦/-મોબાઈલ ફોન (૦૭ નંગ): રૂ. ૫૦,૦૦૦/-કુલ મુદ્દામાલ: રૂ. ૧,૨૦,૧૦૦/-
પોલીસની રેઇડ દરમિયાન તકનો લાભ લઈને ચાર ઇસમો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમાં:રાજુભાઇ કંડીયા (પાઉભાજીવાળા) – જેતપર,ઢેકરી અઘારા – જેતપર ,રૂપેશ ઉર્ફે રૂપો કલોલા – જેતપર અન્ય એક શખ્સ પોલીસે પકડાયેલા ૦૯ અને નાસી છૂટેલા ૦૪ મળી કુલ ૧૩ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.




