HALVAD:હળવદના જુના ઈશનપુરમાં જમીન વિવાદમાં યુવક પર હુમલો: ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ







HALVAD:હળવદના જુના ઈશનપુરમાં જમીન વિવાદમાં યુવક પર હુમલો: ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ


હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામમાં જમીનના ભાગલા બાબતે ચાલી રહેલા મનદુઃખમાં એક યુવક પર લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે ગામના જ ત્રણ શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, જુના ઈશનપુર ગામે રહેતા ભુપતભાઈ તળશીભાઈ પરમાર (ઉં.વ. ૩૯) ને તેમના જ ગામના આરોપીઓ સાથે જમીનના ભાગ બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ ભુપતભાઈ પર હુમલો કર્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ લાલજીભાઈ ઉર્ફે જગદીશભાઈ, કરશનભાઈ વશરામભાઈ અને રમેશભાઈ વશરામભાઈએ એકસંપ થઈને ફરિયાદીને લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો હતો. એટલું જ નહીં, હુમલાખોરોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ભુપતભાઈ પરમારની ફરિયાદના આધારે હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




