MORBI:મોરબી-હળવદ હાઇવે પરથી IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો: મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી







MORBI:મોરબી-હળવદ હાઇવે પરથી IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો એક શખ્સ ઝડપાયો: મોરબી તાલુકા પોલીસની કાર્યવાહી


હાલ ચાલી રહેલી આઇપીએલ (IPL) ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચો પર ઓનલાઇન જુગાર રમતા તત્વો સામે મોરબી પોલીસે લાલ આંખ કરી છે. મોરબી તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબી-હળવદ હાઇવે રોડ પરથી એક ઇસમને મોબાઇલ ફોન એપ દ્વારા લાઇવ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે પોલીસે મોરબી-હળવદ હાઇવે રોડ પર આવેલી રાજધાની હોટલ પાસે તપાસ હાથ ધરી હતી. ત્યાં જાહેરમાં ઉભેલો એક શખ્સ પોતાના મોબાઇલ ફોનમાં શંકાસ્પદ પ્રવૃત્તિ કરતો જણાયો હતો.
પોલીસે તેની પાસે જઈ તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ શખ્સ પોતાના મોબાઇલમાં “Nns 1425” આઈ.ડી. હેન્ડલર આરોપી સાથે સંપર્કમાં હતો. તે મોબાઇલમાં ઓનલાઇન “ALL” નામની એપ્લિકેશનનો ઉપયોગ કરી, તે સમયે લાઇવ ચાલી રહેલી આઇપીએલ (IPL) ટી-૨૦ ની લખનઉ સુપર જાયન્ટ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની ક્રિકેટ મેચ પર ઓનલાઇન રન-ફેર અને હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહ્યો હતો.રૂ. ૧૫,૨૧૦ નો મુદ્દામાલ જપ્ત પોલીસે ઓનલાઇન સટ્ટો રમી રહેલા આરોપીની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીની વિગત નીચે મુજબ છે:આરોપી અશોકભાઈ હીરાભાઈ જોશી (ઉંમર વર્ષ ૨૯) સરતનપર રોડ, કમાન્ડર કારખાનાની ઓરડી, તા.જી. મોરબી મુદ્દામાલની વિગત કિંમત (રૂપિયામાં)રોકડા રૂપિયા રૂ. ૧૦,૨૧૦/-મોબાઇલ ફોન (નંગ-૧) રૂ. ૫,૦૦૦/-કુલ મુદ્દામાલ રૂ. ૧૫,૨૧૦/-પોલીસ કાર્યવાહી: મોરબી તાલુકા પોલીસે પકડાયેલા આરોપી અશોકભાઈ જોશી વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી તેની અટકાયત કરી છે. આ ઓનલાઇન સટ્ટા નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપી (આઈ.ડી. હેન્ડલર)ને પકડવા માટે પોલીસે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.


