MORBI:મોરબી જિલ્લામાં સમગ્ર ગુજરાત સહિત સ્વ- જન ગણના આવતીકાલથી શરૂ







MORBI:મોરબી જિલ્લામાં સમગ્ર ગુજરાત સહિત સ્વ- જન ગણના આવતીકાલથી શરૂ


ગુજરાત સહિત મોરબી જિલ્લામાં આવતી કાલ તા.17.05.2026 થી સ્વ જન ગણનાની શુભ શરૂઆત થઈ રહી છે,ભારતમાં જનગણનાની શરૂઆત ઈ.સ.1872 થી કરવામાં આવેલ હોય દેશની 16 મી જનગણના અને સ્વતંત્રતા પછીની 8 મી જનગણના છે.

ભારતીય જનગણનાનો ઇતિહાસ 150 વર્ષ જૂનો છે. વસ્તી ગણતરીથી લોકોની આવાસની સુવિધાઓ અને સંપત્તિ,વસ્તી વિષયક,ધર્મ જાતિ,(SC) અને અનુસૂચિત જાતિ(ST),ભાષા સાક્ષરતા, આર્થિક પ્રવૃત્તિ,સ્થળાંતર અને પ્રજજન્નતા જેવા વિવિધ પરિમાણો અંગેનો સુક્ષમ સ્તરનો ડેટા એકત્ર કરવામાં આવશે,એકત્રિત કરવામાં આવતો ડેટા અત્યંત મહત્વપૂર્ણ છે, કરણ કે તે રાષ્ટ્રના આયોજન અને વિકાસ માટે ડેટાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે,
આ જનગણના અનોખી અને નોંધ પાત્ર છે,કારણ કે ભારતમાં પ્રથમ વખત એવી જનગણના થશે જેમાં ડેટા ડિજિટલ સાધનો,માધ્યમો દ્વારા એકત્ર કરવામાં આવશે ગણતરીદારો પોતાના સ્માર્ટ ફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી કુટુંબોની માહિતી એકત્ર કરશે,આ ઉપરાંત કુટુંબોને નિર્ધારિત વેબ પોર્ટલ https://se.census.gov.in મારફતે સ્વ-ગણતરી કરી પોતાના ઘર પરિવારની માંહિતી ભરી SELF-Enumeration કરી શકશે, એકવાર કુટુંબ સફળતા પૂર્વક તેમની માહિતી ઉપરોક્ત વેબ પોર્ટલમાં સબમીટ કરે પછી એક વિશિષ્ટ સ્વ-ગણતરી આઈ.ડી.(SE ID) જનરેટ થશે જે એસ.એમ.એસ.અને સ્વ ગણતરી દારે જે ઇમેઇલ આપ્યું હશે એમાં મોકલવામાં આવશે અને જ્યારે ગણતરીદાર કુટુંબની મુલાકાત લેવા આવે ત્યારે આઈ.ડી. પ્રદાન કરવાનું રહેશે જેના આધારે ગણતરી દાર સ્વ-ગણતરીની ચકાસણી કરશે,આમ આવતીકાલથી સમગ્ર ગુજરાત સહિત મોરબી જિલ્લામાં ભારતની જનગણના-2027 ની સ્વ-ગણતરીનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારબાદ ગણતરીદાર પહેલી જૂનથી ત્રીસ જૂન સુધી ઘરે ઘરે ફરી પ્રથમ તબક્કામાં કુટુંબ, રહેઠાણની વિગતો માટેના 34 પ્રશ્નોની ઘરયાદી માટેની માહિતી એકત્ર કરશે ત્યારબાદ ફેબ્રુઆરી-2027 માં બીજા તબક્કામાં દરેક વ્યક્તિની વ્યકિતગત માહિતી એકત્ર કરશે,




