MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 23 મે ના રોજ યોજાશે

 

MORBI:મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આગામી 23 મે ના રોજ યોજાશે; જિલ્લા પંચાયતની ખાસ બેઠકનું આયોજન

ઉમેદવારી ફોર્મ તા. 22 મે ના રોજ બપોરે 14-00 કલાક સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને સુપરત કરવાના રહેશે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે. જે અન્વયે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ બેઠક આગામી તારીખ 23/05/2026 ના રોજ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગેની સત્તાવાર નોટિસ જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓને તા. 15/05/2026 થી પાઠવી દેવામાં આવી છે.

 

પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી કરવા ઈચ્છતા સભ્યોએ નિયત નમૂનાના ફોર્મ જિલ્લા પંચાયત કચેરીની પંચાયત શાખા, રૂમ નં. 104, મોરબી ખાતેથી મેળવવાના રહેશે. ઉમેદવારે બે ફોર્મ ભરીને પ્રથમ બેઠકના આગલા દિવસે એટલે કે તારીખ 22/05/2026 ના રોજ સવારે 11-00 થી બપોરે 14-00 કલાક સુધીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રૂબરૂ પહોંચતા કરવાના રહેશે.

 

ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તે જ દિવસે એટલે કે તા. 22/05/2026 ના રોજ બપોરે 14-00 કલાકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે તેવું મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!