NANDODNARMADA

નર્મદા જિલ્લામાં ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે : નાયબ ખેતી નિયામક

નર્મદા જિલ્લામાં ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે : નાયબ ખેતી નિયામક

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એમ.એમ. પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં ખાતરનો પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કોઈપણ પ્રકારની ખાતરની અછત સર્જાય તેવી પરિસ્થિતિ નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ ખેડૂતમિત્રોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે આગોતરા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં વિવિધ ખાતરો રોડ સપ્લાય દ્વારા વારા ફરતી પદ્ધતિથી સંબંધિત સેન્ટરો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.

ખેડૂતમિત્રોને ખાતર અંગે કોઈપણ પ્રશ્ન કે મુશ્કેલી હોય તો નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કચેરી, વડિયા પેલેસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે

Back to top button
error: Content is protected !!