JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રિ મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ અધિક નિવાસી કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રિ મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તા.૧૬/૦૫/૨૦૨૬ ના રોજ પ્રિ મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.અધિક નિવાસી કલેક્ટર સુશ્રી બી.એસ. બારડના અધ્યક્ષ સ્થાને આયોજિત આ બેઠકમાં વિવિધ વિભાગોની પ્રિ મોન્સુન અંતર્ગતની સંલગ્ન કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદી ઋતુ દરમિયાન જાન માલની સુરક્ષા, અકસ્માતો નિવારણ માટે આગોતરા પગલાના ભાગરૂપે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વહેલી તકે નાગરિકોને મદદરૂપ થવા માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવશે.આ ઉપરાંત ભયજનક જગ્યાએ સાઈન બોર્ડ મુકવા, જળસ્ત્રોત વાળા વિસ્તારોમાં લોકો અવર જવર ન કરે તે માટે સુરક્ષા વ્યવસ્થા રાખવા, રોગચાળા ન ફેલાઈ તે માટે દવા છંટકાવ, ફાયર બ્રિગેડ, આપત્તિની સ્થિતિમાં રાહત – બચાવની કામગીરી માટે સજ્જતા તેમજ રોડ રિપેરિંગના કામ તાત્કાલિક રીતે પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સાથે નિવાસી અધિક કલેક્ટરશ્રીએ ઝીરો કેઝ્યુઆલિટી એપ્રોચ સાથે કામગીરી કરવા માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.આ ઉપરાંત ગટર, વોંકળા, નદી નાળા, રોડ રસ્તાની સાફ સફાઈ અને ઝાડી ઝાંખરા દૂર કરવા, પાણી ભરાઈ ન જાય તે માટે પાઇપલાઇન સફાઈ વગેરેની કામગીરી માટે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંલગ્ન વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!