MORBI:મોરબીમાં વિદેશી દારૂના ચપલા અને મોબાઈલ સાથે બે શખ્સો ઝડપાયા: એક ફરાર







MORBI:મોરબીમાં વિદેશી દારૂના ચપલા અને મોબાઈલ સાથે બે શખ્સો ઝડપાયા: એક ફરાર


શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે લાલ આંખ કરી છે. પોલીસે બાતમીના આધારે લાતી પ્લોટ વિસ્તારમાંથી બે શખ્સોને વિદેશી દારૂના જથ્થા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે લાતી પ્લોટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરફેર થઈ રહી છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે લાતી પ્લોટ શેરી નંબર-૨ માં આવેલા ઓમ શક્તિ કારખાના પાસે વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન ત્યાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે શખ્સોની પોલીસે અટકાયત કરીને તલાશી લીધી હતી. તલાશી દરમિયાન તેમની પાસેથી:વિદેશી દારૂના ચપલા: ૦૪ નંગ (કિંમત રૂપિયા ૪૦૦)મોબાઈલ ફોન: ૦૨ નંગ (કિંમત રૂપિયા ૨૦,૦૦૦)કુલ મુદ્દામાલ: રૂપિયા ૨૦,૪૦૦
૧. વિનોદભાઈ ભગવાનજીભાઈ કણજારીયા (ઉંમર વર્ષ ૨૭, રહે. માગળની વાડી, વાવડી ચોકડી પાસે, મોરબી) ૨. રમેશભાઈ કાંતિભાઈ કણજારીયા (ઉંમર વર્ષ ૩૦, રહે. માગરની વાડી, મોરબી)પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ કરતા આ ગુનામાં અન્ય એક સ્થાનિક શખ્સ હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા (રહે. મોરબી) ની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું.આ મામલે એ ડિવિઝન પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીને પકડી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.


