ARAVALLIMALPURMODASA

માલપુર – ટીસ્કી ગામે તળાવમાં ન્હાવા ગયેલા એક કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

માલપુર – ટીસ્કી ગામે તળાવમાં ન્હાવા ગયેલા એક કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ

અરવલ્લી, માલપુર : અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટીસ્કી ગામે તળાવમાં ન્હાવા ગયેલા એક કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત નીપજતાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક વિક્રમ બામણિયા ધોરણ 7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ટીસ્કી ગામનો રહેવાસી વિક્રમ બામણિયા બપોર દરમિયાન ગામના તળાવમાં ન્હાવા માટે ગયો હતો. આ દરમિયાન તે ઊંડા પાણીમાં જતાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં ગામલોકો તળાવ પાસે એકત્ર થયા હતા અને બચાવ માટે પ્રયાસો હાથ ધરાયા હતા.બનાવની જાણ થતાં મોડાસા નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે તળાવમાં શોધખોળ હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.બાદમાં પોલીસને જાણ કરી મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. નાની ઉંમરે બનેલી આ દુર્ઘટનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે તેમજ ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે.

Back to top button
error: Content is protected !!