
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
3 મહિનાથી કૂવામાં પડેલા કૂતરાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું – મેઘરજના વાઘપુર ગામની ઘટના

અરવલ્લી જિલ્લાના છેવાડાના વિસ્તાર અને રાજસ્થાન સરહદને અડીને આવેલા વાઘપુર ગામે માનવતા દાખવતો પ્રસંગ સામે આવ્યો છે. ગામમાં આવેલા એક કૂવામાં છેલ્લા અંદાજે 3 થી 4 મહિનાથી એક કૂતરું પડી ગયું હતું. લાંબા સમયથી કૂવામાં ફસાયેલ આ નિરાધાર પ્રાણી અંગે આજે સ્થાનિકોને જાણ થતાં મદદ માટે તંત્રને સૂચના આપવામાં આવી હતી.
આ ઘટનાની જાણ Aravalli Dog Association ટીમ દ્વારા Modasa Fire Team ને કરવામાં આવી હતી. માહિતી મળતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.દિલીપભાઈ પારગીના માર્ગદર્શન હેઠળ ફાયર ટીમે કૂવામાં ઉતરી ભારે જહેમત બાદ કૂતરાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. લાંબા સમયથી કૂવામાં ફસાયેલા કૂતરાને સલામત બહાર કાઢતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી હતી.આ કામગીરી દરમિયાન ગામલોકોએ પણ સહકાર આપ્યો હતો. પ્રાણીઓ પ્રત્યે સંવેદના દાખવી કરવામાં આવેલ આ રેસ્ક્યુ કામગીરીની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી.





