GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાતમાં ઓનલાઈન વસ્તી ગણતરીનો પ્રારંભ, 33 સવાલ પૂછાશે

ગુજરાતમાં આજે તા. 17 મે 2026થી ઓનલાઈન વસ્તી ગણતરીની નવી અને આધુનિક પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વાસ્તવમાં ભારત સરકાર દ્વારા ‘જનગણના સે જન કલ્યાણ’ ના સૂત્ર સાથે શરૂ કરાયેલી આ ‘સ્વ ગણના’ (Self-Enumeration) પ્રક્રિયા દ્વારા હવે નાગરિકો ઘરે બેઠા પોતાની અને પોતાના પરિવારની માહિતી ઓનલાઈન નોંધાવી શકશે. આ અભિયાનનો મુખ્ય હેતુ વસ્તી ગણતરીને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.

આ નવી ડિજિટલ વ્યવસ્થા હેઠળ લોકો 31 મે 2026 સુધી સત્તાવાર પોર્ટલ પર જઈ પોતાની વિગતો સબમિટ કરી શકશે. ખાસ વાત એ છે કે, હવે લોકો પોતે જ પોતાનું ફોર્મ ભરી શકશે, જેના કારણે માહિતી વધુ સચોટ રીતે સરકાર સુધી પહોંચશે. વસ્તી ગણતરી દરમિયાન નાગરિકોને કુલ 33 મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપવા પડશે, જેમાં પરિવારની માહિતી, શિક્ષણ, રોજગાર, રહેઠાણ અને અન્ય સામાજિક વિગતોનો સમાવેશ કરવામાં આવશે.

વસ્તી ગણતરી-2027ને અનુલક્ષીને ગુજરાત રાજ્યમાં આવતીકાલ તા.17-05-2026 રાત્રે 12:00 કલાક થી તા. 31-05-2026 દરમિયાન નાગરિકો ઓનલાઈન માધ્યમથી સુરક્ષિત રીતે ડેટા સબમિટ કરી શકશે. આ સમયગાળા દરમિયાન દેશના તમામ નાગરિકો ઘરે બેઠા જ પોતાની અને પોતાના પરિવારની વિગતો નોંધવા માટે સત્તાવાર વેબસાઈટ https://se.census.gov.in પોર્ટલ પર આપેલી લિંકનો ઉપયોગ કરી શકે છે.

સરકારના જણાવ્યા મુજબ, દેશના વિકાસ અને ભવિષ્યની કલ્યાણકારી યોજનાઓ માટે સાચો ડેટા ખૂબ જ જરૂરી છે. આ માહિતીના આધારે સરકાર શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આધુનિક સુવિધાઓ માટે વધુ સારી યોજના બનાવી શકશે. તેથી દરેક નાગરિકે જવાબદારીપૂર્વક સમયમર્યાદામાં પોતાની વિગતો ઓનલાઈન નોંધાવવી જરૂરી છે. જો કોઈ નાગરિકને ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી પડે અથવા ટેકનિકલ સહાયની જરૂર હોય તો સરકાર દ્વારા 1855 ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.

33 સવાલોની સંપૂર્ણ યાદી

  1. મકાન સંખ્યા (નગરપાલિકા/સ્થાનિક સંસ્થા અથવા વસ્તી ગણતરી સંખ્યા)
  2. વસ્તી ગણતરી ઘર નંબર
  3. વસ્તી ગણતરી ઘરનો મુખ્ય માળની સામગ્રી
  4. વસ્તી ગણતરી ઘરની મુખ્ય દિવાલની સામગ્રી
  5. વસ્તી ગણતરી ઘરની મુખ્ય છતની સામગ્રી
  6. વસ્તી ગણતરી ઘરનો ઉપયોગ
  7. વસ્તી ગણતરી ઘરનું સ્થાન
  8. પરિવાર સંખ્યા
  9. ઘરમાં સામાન્ય રીતે રહેતા વ્યક્તિઓની કુલ સંખ્યા
  10. ઘરના વડાનું નામ
  11. ઘરના વડાની જાતિ
  12. ઘરનો વડા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/અન્યનો છે કે કેમ
  13. વસ્તી ગણતરી ઘરનું માલિકી સ્વરૂપ
  14. ઘરના વિશિષ્ટ કબજામાં ઉપલબ્ધ રહેણાંક રૂમની સંખ્યા
  15. ઘરમાં રહેતા પરિણીત યુગલોની સંખ્યા
  16. પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત
  17. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા
  18. વીજળીનો મુખ્ય સ્ત્રોત
  19. શૌચાલયની ઉપલબ્ધતા
  20. શૌચાલયનો પ્રકાર
  21. ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા
  22. સ્નાન સુવિધાની ઉપલબ્ધતા
  23. રસોડા અને LPG/PNG કનેક્શનની ઉપલબ્ધતા
  24. ખાવાનું બનાવવા મુખ્ય બળતણ
  25. રેડિયો/ટ્રાન્ઝિસ્ટર
  26. ટેલિવિઝન
  27. ઇન્ટરનેટ ઍક્સેસ ઉપલબ્ધતા
  28. લેપટોપ/કમ્પ્યુટર
  29. ટેલિફોન/મોબાઇલ ફોન/સ્માર્ટફોન
  30. સાયકલ/સ્કૂટર/મોટરસાઇકલ/મોપેડ
  31. કાર/જીપ/વાન
  32. ઘરમાં વપરાતું મુખ્ય અનાજ
  33. મોબાઇલ નંબર (માત્ર વસ્તી ગણતરી સંબંધિત સંદેશાવ્યવહાર માટે)

Back to top button
error: Content is protected !!