MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રવાપર-લીલાપર રોડ પરના ગોડાઉનમાંથી પ્રતિબંધિત ‘ગોગો સ્ટીક’નો જથ્થો ઝડપાયો

 

MORBI:મોરબી રવાપર-લીલાપર રોડ પરના ગોડાઉનમાંથી પ્રતિબંધિત ‘ગોગો સ્ટીક’નો જથ્થો ઝડપાયો

 

મોરબી શહેરના રવાપર-લીલાપર રોડ પર આવેલા એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વેચાણના ઈરાદે છુપાવી રાખવામાં આવેલો પ્રતિબંધિત ‘ગોગો સ્ટીક’નો જથ્થો મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટરની પાછળ આવેલા એક ગોડાઉનમાં પ્રતિબંધિત વસ્તુઓનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક તે સ્થળે દરોડો પાડ્યો હતો.

ગોડાઉનમાં તપાસ હાથ ધરતાં પોલીસને ત્યાંથી ગેરકાયદેસર વેચાણ માટે રાખવામાં આવેલા ૧૦ નંગ ‘ગોગો સ્ટીક બોક્સ’ મળી આવ્યા હતા. પોલીસે આ આશરે રૂપિયા ૪,૦૦૦/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

આ મામલે પોલીસે ગોડાઉન ધરાવતા આરોપી મોસીનભાઈ ઉમેદભાઈ વલીયાણી (ઉંમર વર્ષ ૩૬), જે શારદા સોસાયટીના નાકે, કોહીનુર શોપિંગ સેન્ટર પાછળ, મોરબીના રહેવાસી છે, તેમની સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!