MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરમાં ક્રિકેટ મેચ પર જુગાર રમતો એક શખ્સ ઝડપાયો: ૧૦,૭૫૦નો મુદ્દામાલ જપ્ત

 

WAKANER:વાંકાનેરમાં ક્રિકેટ મેચ પર જુગાર રમતો એક શખ્સ ઝડપાયો: ૧૦,૭૫૦નો મુદ્દામાલ જપ્ત

IPL (અથવા ટી-૨૦) ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા તત્વો સામે વાંકાનેર સીટી પોલીસે લાલઆંખ કરી છે. વાંકાનેર સીટી પોલીસની ટીમે બાતમીના આધારે નવાપરા નાકા પાસે દરોડો પાડીને એક ઇસમને મોબાઇલ ફોન પર ક્રિકેટ મેચનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ અને મોબાઇલ સહિત કુલ રૂ. ૧૦,૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર સીટી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે નવાપરાના નાકા પાસે એક શખ્સ પોતાના મોબાઇલ ફોન દ્વારા ક્રિકેટ મેચ પર જુગાર રમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્ટાફ સાથે વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો.

પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી આરોપી મહમંદઅલી ઉર્ફે ગટીભાઇ સુમારભાઇ હાલા (ઉં.વ. ૪૨, રહે. મીલપ્લોટ, વાંકાનેર) ઝડપાઈ ગયો હતો. આરોપી પોતાના મોબાઈલ ફોનમાં પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચના રનફેર તેમજ હારજીત પર ઓનલાઈન સોદાઓ લખાવી રહ્યો હતો અને જુગાર રમી રહ્યો હતો.

પોલીસે આરોપીની અટકાયત કરી રોકડા રૂપિયા: ૭૫૦ મોબાઇલ ફોન: ૧ નંગ (કિંમત રૂ. ૧૦,૦૦૦) કુલ મુદ્દામાલ: રૂ. ૧૦,૭૫૦ પોલીસ કાર્યવાહી: વાંકાનેર સીટી પોલીસે પકડાયેલા આરોપી મહમંદઅલી ઉર્ફે ગટીભાઇ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!