KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શાંતિનગર-કૃષ્ણનગરમાં રોડ બનાવવામાં થઈ રહેલ વિલંબથી ત્રસ્ત રહીશો દ્વારા નગરપાલિકા પ્રમુખ-ચીફ ઓફિસરને રજૂઆત.

 

તારીખ ૧૮/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા વોર્ડ નં 2 મા આવેલ શાંતિનગર અને કૃષ્ણનગર સોસાયટી પાસેથી પસાર થતો નવો સીસી રોડ છેલ્લા છ સાત મહિનાથી બનાવવામાં આવેલ નથી જેથી સ્થાનિકોને ભારે પરેશાની ભોગવવી પડે છે અને રોડ ખોદેલા હોવાથી વિધાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ ને અવરજવર મા ખુબજ હાડમારી ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર મહિનામાં આ વિસ્તારમાં રોડ બનાવવાની તૈયારી થઈ હતી ત્યારે સ્થાનિકો દ્વારા રોડની ગુણવતા સામે વાંધો ઉઠાવી, ટેન્ડર ની શરતો મુજબ કામ કરવા માંગ કરી હતી તેમજ મુખ્યમંત્રી ને રજુઆત કરતા કમિશનર મ્યુનિસિપાલિટી વહીવટ ના આદેશથી થર્ડ ક્લાસ કામ કરનાર કોન્ટ્રાકટર નો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો તેમજ પાલિકાના એન્જિનિયર ને પણ તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કોઈક અગમ્ય કારણોસર આ વિસ્તારમાં કોઈ કામ કરવામા આવતુ નથી જેના કારણે આ રોડ અવરજવર માટે નો મુખ્ય રસ્તો હોવાથી તમામ નગરજનોને તકલીફ પડી રહી છે જેથી મોટી સંખ્યામાં મહિલાઓ સહિત સ્થાનિકો નગરપાલિકા ખાતે પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને ચીફ ઓફિસર સંજય પટેલ ને રજુઆત કરવા આવ્યા હતા ગાંધીનગર થી આવેલ ટીમ ને પણ રજુઆત કરી હતી.સ્થાનિકોએ જણાવ્યુ કે ત્રણ જેટલા રહીશોને પડી જવાથી માથામાં, પગે ટાંકા આવ્યા છે.ખાડા ટેકરા વાળા આ રસ્તા ઉપરથી જવાનુ મુશ્કેલ બની ગયું છે, ચોમાસુ નજીકમાં છે જેથી તાકીદે એક બે દિવસમાં રોડ બનાવવાની કામગીરી શરૂ કરો જ્યારે ચીફ ઓફિસર દ્વારા જણાવાયું કે નવુ ટેન્ડર કરવામાં આવ્યું એજન્સી ના માણશો નીકળી ગયા છે એગ્રીમેન્ટ ની પ્રક્રિયા પુરી થાય તે સાથે જ નવો રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!