આણંદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે નો ચાર્જ સંભાળતા આર.એન.ડોડિયા

આણંદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે નો ચાર્જ સંભાળતા આર.એન.ડોડિયા

તાહિર મેમણ – આણંદ – 18/05/2026 – આર.એન. ડોડિયાએ આણંદ-કરમસદ મહાનગરપાલિકાના કમિશનર તરીકેનો પદભાર આજે વિધિવત રીતે સંભાળી લીધો છે.
પદભાર ગ્રહણ કર્યા બાદની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આ પૂર્વે તેઓ અધિક ઉદ્યોગ કમિશનર (Additional Commissioner of Industries) તરીકે ફરજ બજાવતા હતા.
શ્રી આર. એન. ડોડીયા એ ‘નગર’ શબ્દને વ્યાખ્યાયિત કરતા જણાવ્યું કે, નગર શબ્દમાં ન એટલે નળ (શુદ્ધ પીવાનું પાણી), ગ એટલે ગટર (સુદ્રઢ ડ્રેનેજ વ્યવસ્થા અને સ્વચ્છતા) તથા ર એટલે રસ્તા (સુવિધાયુક્ત માર્ગો) સહિત શહેરની સુંદરતા વધારવા પર તેમનું પ્રાથમિક ધ્યાન રહેશે.
તેમણે નગરજનોના જીવનધોરણને ઊંચું લાવવા માટે એક મંત્ર “Earn Well, Live Well” એટલે કે, નગરના નાગરિકો સારી આવક મેળવે (આર્થિક સમૃદ્ધિ પામે) અને સાથે-સાથે ખૂબ જ સારું અને સુવિધાજનક જીવન જીવે તેમ જણાવ્યું હતુ.
આમ, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરે શ્રેષ્ઠ સુવિધાઓ સાથે નગરજનોને ટ્રાફિક અડચણરૂપ ન થાય, શહેર મહાનગર સ્વચ્છ અને સુંદર બને તે રીતે મહાનગરપાલિકા કામ કરશે, જેમાં નગરજનોને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.





