
નર્મદા જિલ્લાના કેમિસ્ટ ૨૦ મે ના દિવસે એક દિવસીય હડતાળમાં જોડાશે, મુખ્ય માંગો સાથે કલેક્ટરને આવેદન આપ્યું
રાજપીપળા : જુનેદ ખત્રી
આગામી ૨૦ મી મે ના દિવસે દેશવ્યાપી કેમિસ્ટો હડતાળ કરી રહ્યા છે જેમાં નર્મદા જિલ્લાના કેમિસ્ટ જોડાવવાના છે આજે રાજપીપળા કલેકટર કચેરી ખાતે કેમિસ્ટ એસોસિએશન દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું

હડતાળ સંદર્ભે તેઓની મુખ્ય માંગોમા દવાઓનું ગેરકાયદેસર ઓનલાઈન વેચાણ, નકલી કે ચકાસણી ન કરી શકાય તેવા પ્રિસ્ક્રિપ્શનો અને નકલી દવાઓનું ચલણ સમગ્ર આરોગ્યસંભાળ વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય બની રહ્યું છે. કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતા ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ અને ઓનલાઈન દવાઓના વેચાણના વિરોધમાં, કેમિસ્ટોને એક દિવસ મેડિકલ સ્ટોર બંધ રાખવા અપીલ કરી હતી દાખલ દર્દીઓ માટે જરૂરી સેવાઓ સિવાય. તમારો મૂલ્યવાન ટેકો અને ભાગીદારી સમગ્ર ફાર્માસ્યુટિકલ સમુદાયની એકતાને મજબૂત બનાવશે અને દેશમાં જવાબદાર અને નૈતિક દવા વિતરણની તરફેણમાં મજબૂત સંદેશ મોકલશે.
ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ ડ્રગીસ્ટ એસોસિએશન દ્વારા પડતર માંગણીઓ સંદર્ભે ૨૦ મેના દિવસે એક દિવસ દવાની દુકાનો બંધ રાખવા આહવાન કર્યું છે જેમાં નર્મદા જિલ્લાના કેમિસ્ટ પણ જોડાવવાના છે ત્યારે ઇમરજન્સી સેવાઓ સિવાય તમામ કેમિસ્ટ પોતાની દુકાનો બંધ રાખી ઓનલાઈન દવાઓના વેચાણ સહિત મુદ્દાઓ ઉપર પોતાની વિરોધ નોંધાવશે



