DAHODGARBADA

ગરબાડા માં આવેલ નવીનદીપ હોસ્પિટલ ખાતે ૪૮ સગર્ભા મહિલાઓની વિના મૂલ્યે સોનોગ્રાફી કરી વિશ્વ માતૃત્વ દિવસ ની ઉજવણી કરવામાં આવી 

તા.૧૮.૦૫.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડા માં આવેલ નવીનદીપ હોસ્પિટલ ખાતે ૪૮ સગર્ભા મહિલાઓની વિના મૂલ્યે સોનોગ્રાફી કરી વિશ્વ માતૃત્વ દિવસ ની ઉજવણી કરવામાં આવી

વિશ્વ માતૃત્વ દિવસના પાવન અવસરે ગરબાડા ખાતે માતૃશક્તિ ના સ્વાસ્થ્ય ને સમર્પિત એક પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી નવીનદીપ હોસ્પિટલ દ્વારા ગરબાડા ખાતે સગર્ભા માતાઓ માટે વિનામૂલ્યે સોનોગ્રાફી કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં માત્ર સ્થાનિક વિસ્તારની મહિલાઓ જ નહીં પરંતુ ગરબાડા તાલુકાની નજીક આવેલ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર; ભાભરા જેવા પડોશી રાજ્યમાંથી પણ સગર્ભા બહેનોએ આવી ને સોનોગ્રાફી સેવાનો લાભ લીધો હતો.દિવસ દરમ્યાન ૪૮ જેટલી બહેનોનુ વિનામૂલ્યે નિદાન અને સોનોગ્રાફી કરવામાં આવી હતી નવીનદીપ હોસ્પિટલ ગરબાડા ના સ્ત્રી રોગ ના નિષ્ણાત ડો નિષ્ઠા પંચાલ તેમજ ઓર્થોપેડીક ના ડો હર્ષિલ પંચાલ દ્વારા આ અવસરે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી સેવા પરમો ધર્મ ના સૂત્ર ના સાર્થક કરતા તેમણે જણાવ્યું હતું કે હવે થી દર મહિનાના છેલ્લા રવિવારે જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી ઓ.પી.ડી ઓર્થો (હાડકાં)અને ગાયનેકની (સ્ત્રી) વિનામૂલ્યે કરી આપવામાં આવશે અત્યાધુનિક તબીબી સુવિધાઓ ઓથી સજજ નવીનદીપ હોસ્પિટલ હવે ગરબાડા અને તેની આસપાસના અંતરિયાળ વિસ્તાર માટે આરોગ્ય ક્ષેત્રે એક મજબૂત આધારસ્તંભ સાબિત થઈ રહી છે ત્યારે આ તબીબી ટીમના સહિયારા પ્રયાસને સ્થાનિકોએ વ્યાપકપણે બિરદાવ્યો હતો

Back to top button
error: Content is protected !!