
તા. ૧૮૦૫૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Bariya:દે.બારીયા તાલુકાના ગામની પતિ અને એક વર્ષના બાળકથી વિખૂટી પડેલી માનસિક અસ્થિર પીડિતાનું પુનઃ મિલન કરાવતી અભયમ ટીમ લીમખેડા
દેવગઢ બારીયા તાલુકાના એક શહેરમાંથી આશરે 32 વર્ષીય બિનવારસી મહિલા મળી આવતા ગામના જ જાગૃત નાગરિક દ્વારા તેઓની મદદ માટે 181 ટીમને જાણ કરવામાં આવી હતી આ ઘટનાની જાણ 181 અભયમ મહિલા હેલ્પલાઈન લીમખેડાને થતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વાતચીત કરતા આ પીડિતા થોડા અંશે માનસિક અસ્થિર જણાઈ આવેલ પરંતુ ફક્ત તેમના ગામનું નામ જણાવતા ટીમ દ્વારા ગામના સરપંચનો ટેલિફોનીક સંપર્ક કરી તેમના પરિવારની માહિતી મેળવી ટીમ દ્વારા પીડિતાને તેમના પરિવાર સુધી પહોંચાડી હતી પરિવાર જોડે વાતચીત કરતાં પતિએ જણાવેલ કે અમારે એક વર્ષનું બાળક છે અને પત્ની માનસિક અસ્થિર છે જેથી બાળકની સંભાળ મારી વૃદ્ધ માતા રાખે છે અને પત્ની માનસિક અસ્થિર હોવાના કારણે અવાર નવાર ઘરે કોઈને પણ જાણ કર્યા વિના નીકળી જાય છે અને ઘરની પરિસ્થિતિ ખુબજ ગરીબ છે તેમ જણાવતા 181 અભયમ ટીમ દ્વારા તેમના પતિને પણ સાંત્વના આપી સરકારી હોસ્પિટલમાં પણ માનસિક અસ્થિરની સારવાર થાય છે જેથી બંને નિશુલ્ક સારવાર સરકારી હોસ્પિટલમાં કરાવવા અને આ પીડિતાનું ધ્યાન રાખવા જણાવ્યું હતું જેથી પતિ અને તેમની વૃદ્ધ માતા દ્વારા અભયમ ટીમનો આભાર વ્યક્ત કરેલ છે





