MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી નંદીઘરમાં ટપોટપ મોતનો સિલસિલો યથાવત, વધુ ૦૪ નંદીઓના મોતથી તંત્ર સામે ઉઠતા વેધક સવાલો

 

MORBI:મોરબી નંદીઘરમાં ટપોટપ મોતનો સિલસિલો યથાવત, વધુ ૦૪ નંદીઓના મોતથી તંત્ર સામે ઉઠતા વેધક સવાલો

મોરબીના નંદીઘરમાં અબોલ જીવોના મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગતરોજ એકસાથે ૦૯ નંદીઓના કરુણ મોત નિપજ્યા હોવાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં આજરોજ વધુ ૦૪ નંદીઓના મોત નિપજતા ગૌભક્તો અને સ્થાનિકોમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે. બીજી તરફ, મહાનગરપાલિકાનું તંત્ર પોતાની નબળાઈઓ છુપાવવા અને સફાઈ પેશ કરવામાં મશગૂલ દેખાઈ રહ્યું છે.

ગઈકાલે જ્યારે ૦૯ નંદીઓના મોતના સમાચાર આવ્યા, ત્યારે ત્યાંના જવાબદાર ડેપ્યુટી કમિશનર પ્રેસ કોન્ફરન્સ સમયે ત્યાં દેખરેખ વ્યક્તિ એવો લૂલો બચાવ કરતા જોવા મળ્યો હતો કે, રાત્રિના સમયે કોઈ મોટું હિંસક જનાવર આવ્યું હતું, જેના કારણે નંદીઓમાં અફરાતફરી (નાસભાગ) મચી ગઈ હતી અને તે ગભરાટમાં નંદીઓના મોત થયા હતા.

પરંતુ આજે જ્યારે વધુ ૦૪ બેજુબાન જીવોના ટપોટપ મોત થયા છે, ત્યારે લોકમુખે એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે – “શું આજે પણ નંદીઘરમાં ફરીથી એ જ જનાવર આવ્યું હતું?” તંત્રની આ વાર્તાઓ હવે જનતાના ગળે ઉતરે તેમ નથી.

નંદીઘરની વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. તંત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની પીઠ થાબડવામાં અને ખુલાસાઓ કરવામાં વ્યસ્ત છે, જ્યારે બીજી તરફ વાસ્તવિકતા એ છે કે યોગ્ય માર્ગદર્શન, સારવાર અથવા સુરક્ષાના અભાવે અબોલ જીવો જીવ ગુમાવી રહ્યા છે.

જો જનાવરનો ભય હતો, તો નંદીઘરની સુરક્ષા કેમ મજબૂત કરવામાં ન આવી? શું નંદીઓના મોતના પાછળ કોઈ બીમારી, નબળી ગુણવત્તાવાળો ચારો કે અન્ય કોઈ બેદરકારી જવાબદાર છે? વારંવાર થતા આ મરણ પાછળ જવાબદાર અધિકારીઓ સામે ક્યારે કડક પગલાં લેવાશે?

આ મામલે ગૌભક્તો દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી રહી છે, જેથી આ અબોલ જીવોના મોતના સાચા કારણો બહાર આવી શકે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે.

Back to top button
error: Content is protected !!