કાલોલ તાલુકા પંચાયતની પ્રથમ સભા ૨૫ મેના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે બેઠક જાહેર.

તારીખ ૧૯/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીનો સત્તાવાર આદેશ; વિજેતા સભ્યોને આજની તારીખમાં જ નોટિસ બજાવવા TDOને કડક તાકીદ
પંચમહાલ જિલ્લા પંચાયતના વિકાસ અધિકારી (DDO) દ્વારા જિલ્લાની તમામ સાતેય તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અન્વયે કાલોલ તાલુકા પંચાયતની પણ પ્રથમ બેઠક આગામી ૨૫/૦૫/૨૦૨૬, સોમવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે કાલોલ તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાશે. આ બેઠકની જાહેરાત થતાં જ કાલોલના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ત્યારે ગોધરાના નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે ચૂંટણી કાલોલ તાલુકા પંચાયતના શાસકો નક્કી કરવા માટેની આ મહત્વપૂર્ણ બેઠક નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્રની કચેરી, ગોધરા) ના અધ્યાસી અધિકારીપણા હેઠળ યોજાશે. જ્યાં હોદ્દાની મુદત: ‘ધ ગુજરાત લોકલ ઓથોરીટી કાયદા (સુધારા) અધિનિયમ-૨૦૧૫’ ની કલમ-૧૫ અને ‘ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩’ ની કલમ-૬૭ (૨) અને (૩) ની સંયુક્ત જોગવાઈઓ અનુસાર, આ ચૂંટણીથી ચૂંટાનારા પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની મુદત અઢી (૨.૫) વર્ષની રહેશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગત ૦૧ મે ૨૦૨૬ ના રોજ સત્તાવાર રીતે ચૂંટાયેલા સભ્યોના નામોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેના આધારે આ પ્રથમ સભા બોલાવવામાં આવી છે અને’નમૂના-ક’ મુજબ આજની તારીખમાં જ નોટિસ આપવા આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ આ મામલે ખૂબ જ ગંભીરતા દાખવતા કાલોલ સહિત જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ને કડક તાકીદ કરી છે કે: પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી અંગેની નિયમો-૧૯૯૪ હેઠળના ‘નમૂના-ક’ મુજબની બેઠકની નોટીસ તમામ વિજેતા સભ્યોને આજની તારીખમાં જ આર.પી.એ.ડી. (RPAD) અથવા સ્પીડ પોસ્ટ મારફતે ફરજીયાત મોકલી આપવાની રહેશે.અને અનિવાર્ય સંજોગોમાં પણ આ ટપાલ વ્યવસ્થા ફરજીયાત રાખવાની રહેશે અને તેની સાથે વધારાની કામગીરી તરીકે રૂબરૂ બજવણી પણ કરી શકાશે.અને આ સમગ્ર કામગીરીનો ચોક્કસ અહેવાલ પણ જિલ્લા કચેરીને સુપરત કરવાનો રહેશે. જ્યાં પ્રમુખ પદ ‘બિન અનામત સામાન્ય’કાલોલ તાલુકા પંચાયતમાં પ્રમુખનું પદ બિન અનામત સામાન્ય (General) હોવાના કારણે રાજકીય પક્ષોમાં દાવેદારોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ૨૫મી મેના રોજ યોજાનારી આ બેઠકમાં કયા સભ્યો બાજી મારે છે અને પ્રમુખ-ઉપપ્રમુખનો તાજ કોના શિરે બંધાય છે તેના પર સમગ્ર તાલુકાની જનતા અને રાજકીય વિશ્લેષકોની નજર મંડાયેલી છે.








