AHAVADANG

નવસારી જિલ્લાના ખેરગામ પાર્ટી રોડ પર સીસી રોડ અને ખારેલ-ધોળીકુવા રોડ પર ડામર વર્ક પૂરજોશમાં

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ચીખલી હસ્તક માર્ગોના આધુનિકીકરણ અને સુવિધાસભર વિકાસ માટે વિવિધ કામગીરી ઝડપી ગતિએ આગળ વધી રહી છે. જિલ્લાના મહત્વપૂર્ણ માર્ગો પર ચાલી રહેલા વિકાસ કાર્યોને કારણે સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખેરગામ-બહેજ-વડપાડા પાર્ટી રોડ (કિ.મી. 0/0 થી 11/80) પર સીસી રોડ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માર્ગની જૂની અને ખરાબ સપાટી દૂર કરી નવા ધોરણ મુજબ મજબૂત તથા ટકાઉ સીસી રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વાહનચાલકોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો લાભ મળશે.

સાથે સાથે ખારેલ-ટાંકલ-બોડવાંક-ધોળીકુવા રોડ (કિ.મી. 0/0 થી 19/6) પર ડામર વર્ક તેમજ ફોરલેનિંગ કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. માર્ગ પહોળો બનતા ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેમજ ભારે વાહનોની અવરજવર વધુ સરળ બનશે.

આ વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્થાનિક નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને સીધો લાભ મળશે. પરિવહન સુવિધા વધુ સુગમ બનતા વેપાર, શિક્ષણ અને ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ સાથે વાહનચાલકો માટે  વધારે સુવિધાજનક અને સુરક્ષિત રહશે..

Back to top button
error: Content is protected !!