CHHOTA UDAIPUR CITY / TALUKO
નસવાડીમાં ખિદમત ગ્રુપ અને લકી ક્લિનિક દ્વારા ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન, યુવાનો અને મહિલાઓ ઉમટ્યા.

મુકેશ પરમાર,, નસવાડી
નસવાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર ખિદમત ગ્રુપ અને લકી ક્લિનિકલ દ્વારા એક ભવ્ય રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ચાંદશાવલી દરગાહ ખાતે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં સમગ્ર પંથકમાંથી માનવતાનું પૂર ઉમટ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.આ રક્તદાન શિબિરની ખાસ વિશેષતા એ રહી કે તેમાં માત્ર પુરુષો જ નહીં, પરંતુ મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો અને મહિલાઓએ પણ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમ વખત રક્તદાન કરનારા નવયુવાનોના ચહેરા પર એક અનોખો આનંદ જોવા મળ્યો હતો. રક્તદાન એ મહાદાન છે તે વાતને સાર્થક કરતા અનેક લોકોએ સ્વેચ્છાએ આગળ આવીને રક્તદાન કર્યું હતું.









