MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલ બની અસામાજિક તત્વોનો અડ્ડો: સિક્યુરિટી અને પોલીસના દાવાઓ વચ્ચે પ્રજા ‘રામ ભરોસે’!

 

MORBI:મોરબી સિવિલ હોસ્પિટલ બની અસામાજિક તત્વોનો અડ્ડો: સિક્યુરિટી અને પોલીસના દાવાઓ વચ્ચે પ્રજા ‘રામ ભરોસે’!

મોરબીની સરકારી હોસ્પિટલ હાલમાં દર્દીઓની સારવાર કરતા અસામાજિક તત્વોના અડ્ડા તરીકે વધુ ચર્ચામાં છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ છાશવારે મારામારીની ઘટનાઓ બની રહી છે, જેને પગલે ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

તાજેતરમાં જ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક હત્યાનો એક ગંભીર બનાવ બન્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલ પરિસરમાં જ ફરીથી મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેની ગંભીરતા ત્યાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ હતી. હોસ્પિટલ જેવી શાંત જગ્યાએ આવી હિંસક ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થાની તમામ પોલ ખોલી નાખી છે.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ પરિસરમાં આવારા તત્વો બેફામ બન્યા છે. એક તરફ સામાન્ય જનતા ભયના ઓથાર હેઠળ જીવી રહી છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના રાજકારણીઓ પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરવાને બદલે પોતાના ‘રાજકીય રોટલા શેકવામાં’ મશગૂલ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ચૂંટણી સમયે મોટા-મોટા વચનો આપતી સરકારના રાજમાં આજે મોરબીની જનતા પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે અને સમગ્ર વ્યવસ્થા ‘રામ ભરોસે’ ચાલી રહી છે.

જ્યારે સ્થાનિક તંત્ર મુકપ્રેક્ષક બનીને જોઈ રહ્યું હતું, ત્યારે હોસ્પિટલમાં ફરજ બજાવતા GISF (Gujarat Industrial Security Force) ના સુરક્ષા જવાનોએ હિંમત બતાવી હતી. અસામાજિક તત્વોને હોસ્પિટલ કેમ્પસમાંથી બહાર હાંકી કાઢવાની સરાહનીય કામગીરી આ જવાનો દ્વારા કરવામાં આવી હતી.

“જો હોસ્પિટલ પરિસરમાં સારવાર લેવા આવેલા લોકોની જ સુરક્ષા ન થઈ શકતી હોય, તો પોલીસ અને તંત્રનો શો અર્થ? CCTV માં દ્રશ્યો કેદ થયા આ ઘટના બાદ હવે મોરબી પોલીસ અને વહીવટી તંત્ર જાગશે કે પછી જનતાએ આમ જ ભયના માહોલમાં જીવવું પડશે, તે મોટો સવાલ છે.

Back to top button
error: Content is protected !!