MORBI:મોરબી પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની અફવા વચ્ચે પેટ્રોલ પંપો પર લાઈનો લાગી, સંચાલકોએ કહ્યું- “જથ્થો પૂરતો છે, અફવાઓથી દૂર રહો”







MORBI:મોરબી પેટ્રોલ-ડીઝલ ખૂટી જવાની અફવા વચ્ચે પેટ્રોલ પંપો પર લાઈનો લાગી, સંચાલકોએ કહ્યું- “જથ્થો પૂરતો છે, અફવાઓથી દૂર રહો”



મોરબી શહેરમાં આજે અચાનક ઇંધણની તંગી સર્જાશે તેવી અફવાઓ અથવા આશંકાઓને પગલે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરના જાણીતા છોટાલાલ પેટ્રોલપંપ પર વહેલી સવારથી જ લોકો વાહનોમાં ઇંધણ પુરાવવા માટે લાંબી કતારોમાં ઉભેલા નજરે પડ્યા હતા.

હાલ ખેતીની સીઝન પણ ચાલી રહી હોય, ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા ખેડૂતો ડીઝલ લેવા માટે પ્લાસ્ટિકના ડબલા (કેન) લઈને લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. બીજી તરફ, શહેરીજનો પણ પોતાના ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરમાં પેટ્રોલ-ડીઝલ ફૂલ કરાવી લેવા માટે ઉતાવળા બન્યા હતા, જેના કારણે પેટ્રોલ પંપ પર ટ્રાફિક અને ભારે ભીડની સ્થિતિ સર્જાઈ હતી.
લોકોની આ ભીડ અને દોડધામ વચ્ચે છોટાલાલ પેટ્રોલપંપના સંચાલક દ્વારા પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. તેમણે મીડિયા મારફતે લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી છે અને જણાવ્યું છે કે, “પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પુરવઠો ખોરવાયો નથી, જેથી લોકોએ કોઈ પણ પ્રકારની ખોટી ઉતાવળ કે ગભરાટ (Panic)માં આવવાની જરૂર નથી.”

સંચાલકોએ વધુમાં ઉમેર્યું હતું કે વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રાહકો પંપના સ્ટાફને સહયોગ આપે અને અફવાઓ પર ધ્યાન ન આપે. હાલ પંપ પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને દરેકને શાંતિથી ઇંધણ મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.




