દીઓદર ના કોટડા (દિ.) ખાતે તલાટીની બદલી થતા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો.
દીઓદર તાલુકાના ફોરણા ગામ ના વતની જયંતીલાલ શીવાભાઈ પ્રજાપતિ સોની ગામે હાઈસ્કૂલ મા અભ્યાસ સાથે રમત ગમતનો શોખ

દીઓદર ના કોટડા (દિ.) ખાતે તલાટીની બદલી થતા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો.
દીઓદર તાલુકાના ફોરણા ગામ ના વતની જયંતીલાલ શીવાભાઈ પ્રજાપતિ સોની ગામે હાઈસ્કૂલ મા અભ્યાસ સાથે રમત ગમતનો શોખ ધરાવતા અને દેશ સેવા કરવાની ભવનાથી ૧૯૯૫ મા લખનઉં ખાતે સેનામાં જોડાઈ દેશ સેવાની શરૂઆત કરેલ.અબ્દુલ કલામનાના “મિશન અગ્નિ ટુ”ના પરીક્ષણમાં સેવાનો અવસર મળ્યો.૧૯૯૯ માં કારગીલ ઓપરેશન વિજય તથા ૨૦૦૦ માં ઓપરેશન પરાક્રમમાં અટારી બોર્ડર ૨૦૦૩ માં જમ્મુ કાશ્મીર માં કાલુચોક અને આખનુર આતંકવાદી હુમલાથી સાથીદારો નો સાથ છૂટવાથી ખૂબ દુઃખની લાગણી અનુભવી તેના પછી ધાંગધ્રા લેહ અરૂણાચલ પ્રદેશથી વર્ષ ૨૦૧૩ ના સપ્ટેમ્બરમાં નિવૃત્તિ લીધી અને ૨૦૧૪ માં તલાટી કમ મંત્રી ની સફર કાંકરેજ તાલુકા માંથી શરૂ કરી દિયોદર તાલુકામાં પ્રથમ બદલી ચીભડા ૨૦૧૫ ના પૂરની પરિસ્થિતિ સાથે અને ૨૦૧૭ મા ધનકવાડા ખાતે કોરોનાના કપરા કાળની પરિસ્થિતિ સાથે સંઘર્ષ કર્યા બાદ ૨૦૨૨માં કોટડા (દિ.) ખાતે તલાટી કમ મંત્રી તરીકેની સેવા ની શરૂઆત કરેલ.શરૂઆત મા પેટ્રોલ પંપ કોર્ટ કેસ રેલ્વે પુલ ના પ્રશ્ન પડકાર જનક હતા સાથે પીવાના પાણીની સમસ્યા જેવી વિકટ પરિસ્થિતિમાં ૨૦૦૯ માં મંજુર થયેલ ગામતળમાં મફત પ્લોટ ફાળવવાની કામગીરી કરેલ નવાવાસ ખાતે પાણીની ખુબ તકલીફ પણ સર ના સહયોગથી નવિન બોરની મંજુરી મળતા નવા વાસમાં અને અજમલપુરા પ્રા.શાળામાં પીવાના પાણીનું નિરાકરણ કરેલ.અજાપુરા સુધી પાકા ડામર રોડ તળાવ ઊંડા કરવાની કામગીરી,વનીકરણ રમતગ મતનું મેદાન,લાઈબ્રેરી, સ્ટ્રીટ લાઈટ, કેમેરા,પી.એમ. આવાસ યોજના વગેરેમા જેમણે સંપૂર્ણ નિષ્ઠા તેમજ કર્તવ્યસભર ફરજ બજાવતા રાંટીલા ખાતે બદલી થતા અને હાલ ઘી કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ ક્રેડિટ કો.-ઓ.સોસાયટીમા પ્રમુખ તરીકે સેવા આપતાં નિવૃત ઈન્ડિયન આર્મી જયંતીભાઈ પ્રજાપતિનો ગામલોકો દ્વારા ૧૯ મી મે ૨૦૨૬ ના રોજ બદલીનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો ત્યારે ત્યારે ગામના સરપંચ વર્ષાબેન ઠાકોર,પૂર્વ સરપંચ અને ડેલિકેટ બાબરાભાઈ પટેલ,પૂર્વ સરપંચ મફાજી સાપાવડિયા,પૂર્વ સરપંચ શકરાબા પરમાર,બ.કાં.જિલ્લા પંચાયત સદસ્ય જગદીશભાઈ પટેલ,દીઓદર તાલુકા પંચાયત સદસ્ય પરાગભાઈ જોશી, તાલુકા વિકાસ અધિકારી, વિક્રમભાઈ ચૌહાણ,પ્રકાશભાઈ પ્રજાપતિ કસલપુરા,તલાટી મંડળ સહીત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી ફુલહાર પહેરાવી ફેંટો બાંધી મોમેન્ટો દ્વારા વિદાય આપેલ ત્યારે જયંતભાઈ પ્રજાપતિ એ દરેકનો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





