ARAVALLIMODASA

મોડાસા સહિત ઉત્તર ગુજરાતના 5 હજારથી વધુ મેડિકલ સજ્જડ બંધ,ઓનલાઈન દવા વેચાણ બંધ કરવા માંગ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા સહિત ઉત્તર ગુજરાતના 5 હજારથી વધુ મેડિકલ સજ્જડ બંધ,ઓનલાઈન દવા વેચાણ બંધ કરવા માંગ

ઓનલાઇન દવાઓમાં નકલી દવાઓ હોવાની ચર્ચા વચ્ચે

કેમિસ્ટોએ એક દિવસીય હડતાળ પાડી કડક દવા વેચાણ નીતિ અમલમાં મૂકવાની માગ કરી

સમગ્ર દેશમાં ઓનલાઈન દવાઓનો વેપાર કરનાર કંપનીઓ અને સાઈટ પર એલોપેથિક દવાઓમાં મસમોટી લોભામણી લાલચ આપવામાં આવતી હોવાથી દવા બજાર સાથે સંકળાયેલ રિટેલ અને હોલસેલ વેપારીઓના ધંધાને માઠી અસર પહોંચી છે ઈ-ફાર્મસી પર સરકાર દ્વારા પ્રતિબંધી નશીલી દવાઓનું પણ બેફામ વેચાણ થતા યુવાધન બરબાદીની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે

સમગ્ર દેશમાં ઈ-ફાર્મસી પર વેચાતી નશીલી દવાઓ પર કાબૂ મેળવવામાં જવાબદાર તંત્ર મહદઅંશે નિષ્ફળ રહેતા ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશિએશન દ્વારા દવાના ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ લાદવા સરકાર સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં ન્યાય નહિ મળતા મોડાસા શહેર સહિત ઉત્તર ગુજરાતના ૫ હજારથી વધુ રિટેલ અને હોલસેલ દવાના વેપારીઓએ બુધવારે દવાની દુકાનો સજ્જડ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવી “ઈ-ફાર્મસી” પર પાબંધીની માંગ કરી હતી

મોડાસા શહેર સહિત ઉત્તર ગુજરાતના દવાના વેપારીઓની માઠી દશા બેઠી છે ઈ-ફાર્મસીના અનિયંત્રિત ઓનલાઈન વેચાણ અને ઈ-ફાર્મસી દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં કેમિસ્ટ અને દવા વિતરકો દેશવ્યાપી હડતાળમાં જોડાયા હતા મોડાસા કેમિસ્ટ એશો.ના પ્રમુખ દિનેશ સુથાર, મંત્રી અજય પટેલ સહીત જીલ્લાના કેમિસ્ટોએ ઓનલાઈન ફાર્મસીથી પ્રજાજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા રોકવા,યુવાનોને નશાખોરીમાં જતા બચાવવા અને દવા બજાર સાથે સંકળાયેલા લાખ્ખો પરિવારોને બેરોજગાર થતા બચાવવા તાત્કાલિક અસરથી ન્યાયાલયના નિર્ણય મુજબ “ઈ-ફાર્મસી” ને તુરંત બંધ કરવાની ઉગ્ર માંગ કરી હતી

Back to top button
error: Content is protected !!