NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કેન્દ્રીયમંત્રીશ્રી સી.આર પાટીલની ઉપસ્થિતમાં જિંગા ખેડૂત સમ્મેલન યોજાયું

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

CIBA અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે મહત્વપૂર્ણ MoU, જળકૃષિ સંશોધનને મળશે નવી દિશા

નવસારી, તા.૨૦: નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બ્રેકીશવોટર એક્વાકલ્ચર (CIBA) અને ગુજરાત સરકારના મત્સ્યઉદ્યોગ ખાતાના સંયુક્ત ઉપક્રમે ‘જિંગા ખેડૂત સમ્મેલન ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર અને CIBA, ચેન્નઈ વચ્ચે કૃષિ, મત્સ્યઉદ્યોગ અને જળકૃષિ ક્ષેત્રે સંશોધન, તાલીમ અને વિકાસને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સહમતી કરાર (MoU) કરવામાં આવ્યો હતો.

તા. ૧૭ મે ૨૦૨૬ના રોજ યોજાયેલા આ સમ્મેલનમાં ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ICAR નવી દિલ્હીના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ફિશરીઝ સાયન્સ) ડૉ. જોયકૃષ્ણ જેના, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી.એચ. ટાંક, નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. તિમૂર અહલાવત, ગુજરાત સરકારના મત્સ્યઉદ્યોગ કમિશનર આઈ.એ.એસ. શ્રી વિજય ખરાડી તેમજ ગુજરાત એક્વાકલ્ચર એસોસિએશનના પ્રતિનિધિ શ્રી જીજ્ઞેશ યુ. કોન્ટ્રાકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જળકૃષિ અને જિંગા ઉદ્યોગના વિકાસ, આધુનિક ટેકનોલોજીના પ્રસાર અને ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સહમતી કરારથી રાજ્યમાં મત્સ્યઉદ્યોગ અને જળકૃષિ ક્ષેત્રે સંશોધન તથા તાલીમ પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ અંગે આચાર્યશ્રી મત્સ્ય વિજ્ઞાન મહાવિધાલય દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં માહિતી આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!