MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં 8.38 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: 3 આરોપીઓને ઝડપી લીધા

 

MORBI:મોરબીમાં 8.38 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: 3 આરોપીઓને ઝડપી લીધા

રીપોર્ટ -મોશીન શેખ દ્વારા

મોરબી તાલુકાના સરતાનપર રોડ પર બે દિવસ પૂર્વે ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી જેમાં સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ ઇસમોએ એકટીવાને ટક્કર મારી ઝપાઝપી કરી છરી બતાવી રૂ ૮.૩૮ લાખની રોકડ ભરેલ થેલો લૂંટી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ત્રણ ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે

મોરબીના માણેકવાડા ગામના ફારૂક રજાકભાઈ સુમરા (ઉ.વ.૨૬) નામનો યુવાન મની કલેક્શન કામગીરી કરતો હોય અને ગત તા. ૧૮ ના રોજ બપોરે સરતાનપર રોડ સેન્સો ચોકડીથી અડધો કિલોમીટર આગળ રોડ પર એકટીવા જીજે ૩૬ એએન ૫૭૦૨ લઈને જતા હતા ત્યારે સ્વીફ્ટ કાર જીજે ૨૭ કે ૧૧૨૬ વાળીમાં આવી એકટીવા પાછળ ટક્કર મારી કારમાંથી ત્રણ અજાણ્યા ઇસમોએ ઉતરીને ઝપાઝપી કરી છરી બતાવી અને મરચાની ભૂકી નાખી થેલામાંથી રોકડ રૂ ૮,૩૮,૫૦૦ ની લૂંટ કરી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી

 

મોરબી તાલુકા પોલીસ ટીમે ગુનો ડિટેકટ કરવા સઘન તપાસ ચલાવી હતી જેમાં ફરિયાદીએ છેલ્લે સેન્સો ચોકડી પાસે આવેલ બાબા રામદેવ મોબાઈલ દુકાનેથી કલેક્શન કર્યું હતું જેથી બાબા રામદેવ મોબાઈલ દુકાનના માલિક હેમરાજ ઉર્ફે હેમારામ સોનારામ રાજસ્થાનીની પ્રવૃત્તિ પર વોચ રાખતા શંકાસ્પદ જણાતા પોલીસ મથક લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી હેમરાજ અને જશારામ એક બીજાના મિત્ર હોય જેથી લૂંટને અંજામ આપવા પ્લાન બનાવ્યો હતો અને જશારામે રાજસ્થાનથી તેના માણસોને બોલાવી એક માણસ લોકલ રાખ્યો હતો બંનેએ ફરિયાદીની રેકી કરેલ અને કલેક્શન લઈને નીકળે ત્યારે જશારામને જાણ કરવી જેથી બનાવના દિવસે ફરિયાદી આરોપી હેમરાજની બાબા રામદેવ મોબાઈલથી નીકળ્યો ત્યારે જશરાજને ફોનથી જાણ કરી હતી અને અગાઉથી બનાવેલા પ્લાન મુજબ અગાઉથી તેના મળતિયા આરોપીઓને બોલાવેલ હોવાથી સ્વીફ્ટ કારમાં ત્રણ ઇસમોએ બનાવને અંજામ આપ્યો હતો

 

આરોપીઓને જશરાજે રૂ ૨૦,૦૦૦ આપ્યા તેવી કબુલાત આપી હતી આરોપી જસરાજ ઉર્ફે જસવંત પુરારામને પોલીસ મથકે લાવતા બે માસ પૂર્વે જાંબુડિયા રહેતા ભૂદેવ નામના મિત્રને વાત કરી હતી કે એક માણસ આશરે પંદરથી વીસ લાખ રોકડા લઈને સેન્સો ચોકડીથી સરતાનપર ચોકડી અને મોરબી બાજુ નીકળે છે જેને લૂંટી લેવાનો છે જેથી ભુદેવે કામ હું એકલો ના કરી સકું તારા માણસોને બોલાવી લે પછી કેજે લૂંટ કરવા સાથે જઈશ તેવું નક્કી કર્યું હતું આરોપી જસરાજે તેના માણસો માંગીરામ ઉર્ફે મનોજ અને ધનારામને સ્વીફ્ટ ગાડી સાથે બોલાવ્યા હતા અને માંગીરામ, ધનારામ અને ભૂદેવની મુલાકાત કરાવી બીજા દિવસે લૂંટને અંજામ આપવાનું નક્કી કર્યું હતું અને લૂંટને અંજામ આપી જસરાજ, માંગીરામ, ધનારામ અને ભૂદેવ ચારેય પાનેલી-સરતાનપર રોડ પર મેલડી માતાજી મંદિરે એકત્ર થયા હતા અને લૂંટના રૂપિયા પૈકી રૂ ૧,૧૦,૦૦૦ જશરાજએ લઇ લીધા હતા અને પોતે જતો રહ્યો બાકીના આરોપીઓ માંગીરામ ઉર્ફે મનોજ, ધનારામ અને ભૂદેવ ત્રણેયે સ્વીફ્ટ કાર લઈને ભાગી ગયા હતા આરોપી જસરાજ ઉર્ફે જસવંત પોતાના ભાગમાં આવેલ લૂંટની રકમ પૈકી ટીપ્સ આપવામાં મદદ કરનાર હેમરાજને રૂ ૨૦,૦૦૦ આપ્યા હતા અને પોતે રૂ ૯૦,૦૦૦ રાખ્યા હતા આરોપી ભૂદેવ વડોદરા હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી રીકેન ઉર્ફે ભૂદેવ સંજય દવે રહે જાંબુડિયા તા. મોરબી વાળાને ઝડપી લીધો હતો અને રોકડ રૂ ૪૫,૦૦૦ અને મોબાઈલ મળી આવ્યા હતા

મોરબી તાલુકા પોલીસે આરોપીઓ હેમરાજ ઉર્ફે હેમારામ સોનારામ મેઘવાળ, જસરાજ ઉર્ફે જસવંત પુરારામ ચૌધરી રહે બંને રાજસ્થાન અને રીકેન ઉર્ફે ભૂદેવ સંજય દવે એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧,૫૫,૦૦૦ અને મોબાઈલ કીમત ૩ કીમત રૂ ૬૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપીઓ માંગીલાલ ઉર્ફે મનોજ અને ધનારામને ઝડપી લેવા તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!