MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના પનારા ચેમ્બર્સમાં તસ્કરોનો ત્રાટક્યા: શ્રી રામ સેલ્સ એજન્સીમાંથી તમાકુની ચોરી

 

TANKARA:ટંકારાના પનારા ચેમ્બર્સમાં તસ્કરોનો ત્રાટક્યા: શ્રી રામ સેલ્સ એજન્સીમાંથી તમાકુની ચોરી

 

ટંકારા શહેરમાં પનારા ચેમ્બર્સમાં આવેલી એક એજન્સીને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો ખાતર પાડી ગયા હોવાનો સનસનાટીભર્યો બનાવ સામે આવ્યો છે. સ્વિફ્ટ કારમાં આવેલા ચોર ઇસમો દુકાનના શટરના તાળા તોડી અંદરથી હજારો રૂપિયાની કિંમતનો તમાકુનો જથ્થો ચોરી કરીને રફુચક્કર થઈ ગયા છે.

મળતી માહિતી મુજબ, ટંકારાની દયાનંદ નગર સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા વેપારી હિતેષભાઈ રમેશભાઈ ભટાસણા (ઉ.વ. ૪૦) એ આ મામલે અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જણાવ્યા અનુસાર, તસ્કરોએ પનારા ચેમ્બર્સમાં આવેલી તેમની “શ્રી રામ સેલ્સ એજન્સી” નામની દુકાનને નિશાન બનાવી હતી. અજાણ્યા ઇસમોએ દુકાનના શટરના તાળા તોડી ગેરકાયદેશર પ્રવેશી કરી હતી અને અંદર રાખેલા બાગબાન તમાકુના કાર્ટુન (જેમાં ૧૬ નંગ ડબલા હતા, જેની કુલ કિંમત રૂપિયા ૫૩,૯૨૦/- થાય છે) ની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસે વેપારીની ફરીયાદના આધારે અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી, આસપાસના સીસીટીવી ફૂટેજ અને સ્વિફ્ટ કારના સગડ મેળવી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!