MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના સજનપર (ઘુ) ગામે જૂની અદાવતમાં વૃદ્ધ પર લાકડી વડે હુમલો

 

TANKARA:ટંકારાના સજનપર (ઘુ) ગામે જૂની અદાવતમાં વૃદ્ધ પર લાકડી વડે હુમલો

ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામે એકાદ મહિના પહેલા ધાર્મિક વિધિના કાર્યક્રમ બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને એક શખ્સે વૃદ્ધ પર ઘાતક હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાડી વિસ્તારમાં ઘૂસીને વૃદ્ધને લાકડી વડે બેફામ માર મારી હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચાડવા બદલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, સજનપર (ઘુ) ગામના હોળીધાર વાડી વિસ્તારમાં રહેતા અંજનાબેન ગોપાલભાઈ ધોળકીયા (ઉ.વ. ૩૨) એ ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી નરશીભાઈ વાલજીભાઈ ધોળકિયા (રહે. સજનપર-ઘુ) વિરુદ્ધ વિધિસરની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી અંજનાબેનના સસરા અને આરોપી નરશીભાઈ વચ્ચે આશરે એકાદ મહિના પહેલા એક ધાર્મિક વિધિના કાર્યક્રમ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતનું મનદુઃખ અને ખાર રાખીને આરોપી નરશીભાઈ ધોળકિયા ફરિયાદીની વાડીએ ધસી આવ્યો હતો.

વૃદ્ધને ફ્રેક્ચર અને જાનથી મારવાની ધમકી

આરોપીએ વાડીમાં પ્રવેશ કરી પોતાના હાથમાં રહેલી લાકડી વડે ફરિયાદીના સસરા પર તૂટી પડ્યો હતો. લાકડીના આડેધડ ઘા મારતાં વૃદ્ધને ડાબા હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ શરીરે અન્ય ભાગોમાં પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. આટલેથી ન અટકતાં, આરોપીએ ફરિયાદી અંજનાબેન તેમજ તેમના સસરાને મન ફાવે તેમ ગંદી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ ચકચારી ઘટના અંગે ટંકારા પોલીસે અંજનાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!