HALVAD:હળવદના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: બે મહિલા સહિત ૬ ઝડપાયા







HALVAD:હળવદના ગોલાસણ ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો: બે મહિલા સહિત ૬ ઝડપાયા


હળવદ તાલુકાના ગોલાસણ ગામમાં એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારધામ પર હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બે મહિલા અને ચાર પુરુષો સહિત કુલ ૬ ગંજીપાનીના શોખીનોને ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂપિયા ૬૨,૩૦૦/- ની રોકડ રકમનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ગોલાસણ ગામે એક મકાનમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ગોલાસણ ગામે રહેતા ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયાના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. મકાનમાં જુગાર રમી રહેલા બે મહિલા અને ચાર પુરુષો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પકડાયેલા આરોપીઓ – ૧. ટીનાબેન રાયધનભાઈ ખાંભળીયા (રહે. ગોલાસણ, તા. હળવદ, જી. મોરબી) ૨. મીનાબેન મનસુખભાઈ બોરાણીયા (રહે. બાવળી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) ૩. મનસુખભાઈ હિરાભાઈ બોરાણીયા (રહે. બાવળી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર) ૪. સંજયભાઈ ગેલાભાઈ ખાંભળીયા (રહે. ગોલાસણ, તા. હળવદ) ૫. જયંતીભાઈ કેશાભાઈ વરાણીયા (રહે. જુના ઇશનપુર, તા. હળવદ) ૬. દિપકભાઈ કેશાભાઈ વરાણીયા (રહે. જુના ઇશનપુર, તા. હળવદ)પોલીસે તમામ ૬ આરોપીઓ પાસેથી કુલ રૂ. ૬૨,૩૦૦/- ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તમામ વિરૂદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



